પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરના રોજ તેમજ બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાશે અને 8 ડિસેમ્બરના રોજ તમામ બેઠકની મતગણતરી કરવામાં આવશે. હાલમાં ગુજરાતના ચૂંટણી પ્રચાર દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter
ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે, ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તમામ ગતિવિધીઓ, પક્ષાંતર, વિવિધ પક્ષોના ઉમેદવારો અને ચૂંટણી દરમિયાન થતા આરોપ પ્રત્યારોપની તમામ મહત્વની ખબરોના મહત્વના અપડેટ તમને જાણવા મળશે. ગુજરાતમાં હાલમાં ચૂંટણીનો રંગ જામ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. તેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરના રોજ તેમજ બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાશે અને 8 ડિસેમ્બરના રોજ તમામ બેઠકની મતગણતરી કરવામાં આવશે. હાલમાં ગુજરાતના ચૂંટણી પ્રચાર દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ગુજરાતના ચૂંટણી પ્રચારમાં રોબોટની પણ એન્ટ્રી થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી એ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારના પ્રચાર માટે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. આ વાયરલ વીડિયો ખેડાના નડિયાદ બેઠકનો છે. રોબોટ નિર્માતા હર્ષિત પટેલ અનુસાર આ રોબોટ લોકોને ઉમેદવારના ફોટોવાળા પેમ્ફલેટ આપશે. આ રોબોટમાં પ્રી-રિકોર્ડેડ સ્લોગન સાથે સ્પીકર પણ મુકવામાં આવ્યુ છે. આ રોબોટ ડોર-ટૂ-ડોર પ્રચારમાં પણ ઉપયોગી સાબિત થશે. ભાજપના આ આધુનિક સ્ટારપ્રચારકને પણ ભગવા રંગના કપડા પહેરાવામાં આવ્યા છે. તેના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ચૂંટણી પ્રચારમાં રોબોટનો ઉપયોગ
હર્ષિત પટેલ, મલ્ટી-ઝોન આઇટી સેલના વડાએ આ રોબોટ બનાવ્યો છે, તે અમારા માટે પ્રચાર કરશે…તેમાં અમારી પાર્ટી અને સ્પીકર્સ દ્વારા કરવામાં આવેલ કામ બતાવવા માટે સ્ક્રીન છે. લોકોને તે ગમ્યું છે અને લોકો માટે ઉભરી આવ્યું છે
બેઠકો: ભાજપના ધારાસભ્ય પંકજ દેસાઈ pic.twitter.com/8CKGq7t68q
— ANI (@ANI) નવેમ્બર 18, 2022
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પરથી શેયર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ, આવુ પહેલા કયારે નથી જોયુ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,ભવિષ્યમાં રોબોટ પણ ચૂંટણી લડશે, એવુ લાગી રહ્યુ છે.