પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન પર ગોળી વરસાવનાર ઠાર થયો, એક હુમલાખોર ઝડપાયો

મળતી માહિતી અનુસાર તેમના પર AK-47 અને પિસ્ટલથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાખોરોને સુરક્ષા બળો દ્વારા પકડી લેવામાં આવ્યા છે. આ દરમિયાન એક હુમલાખોરને ઠાર કરવામાં આવ્યો છે. આ મૃત્યુ પામેલા હુમલાખોરની ઓળખ નાવીદ તરીકે થઈ છે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન પર ગોળી વરસાવનાર ઠાર થયો, એક હુમલાખોર ઝડપાયો

ઈમરાન ખાન હુમલાખોર માર્યો ગયો

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

આજે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર વિરોધ માર્ચ રેલી સમયે જીવલેણ હુમલો થયો છે. તેમના પગમાં 3-4 ગોળી વાગી હોવાના સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર 2 હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર તેમના પર AK-47 અને પિસ્તોલથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાખોરોને સુરક્ષા બળો દ્વારા પકડી લેવામાં આવ્યા છે. આ દરમિયાન એક હુમલાખોરને ઠાર કરવામાં આવ્યો છે. આ મૃત્યુ પામેલા હુમલાખોરની ઓળખ નાવીદ તરીકે થઈ છે.

મળતી માહિતી અનુસાર ઈમરાન ખાનના વર્તમાન સરકારના વિરુદ્ધની વિરોધ માર્ચ દરમિયાન પંજાબમાં તેમના કન્ટેનરમાં પર હુમલો થયો છે. આ હુમલા દરમિયાન તેમના પગમાં ગોળી વાગી છે. હાલમાં તેઓ ખતરાથી બહાર છે. હુમલાખોર દ્વારા પંજાબના વજીરાબાદમાં અલ્લાહવાલા ચોકમાં ગોળીબાર થયો હતો. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. 70 વર્ષીય ઈમરાન ખાનના ડાબા પગમાં ગોળી વાગી હતી. તેમને સારવાર માટે લાહોર લઈ જવામાં આવ્યા છે.

હુમલામાં ઘાયલ થયા પાકિસ્તાની નાગરિકો

ઈમરાન ખાનની પાર્ટીના નેતા અસદ ઉમરે જણાવ્યુ કે, આ હુમલામાં 9 લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં સ્થાનિક નેતા અહમદ ચટ્ઠા સહિત બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ હુમલામાં 1 વ્યક્તિના મોતના પણ સમાચારે છે. આ હુમલાની જવાબદારી કોઈ પણ આતંકી સંગઠન દ્વારા લેવામાં આવી નથી. ઈમરાન ખાનની પાર્ટીના નેતાઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આ હુમલો વિરોધી પાર્ટીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

ઈમરાનના સમર્થકો એ હુમલાખોરને ફટકાર્યો

મીડિયા રિપોર્ટ અનુસાર, હુમલાખોરને પકડીને એક અજ્ઞાત જગ્યા પર લઈ જવામાં આવ્યો છે. આ હુમલા બાદ સોશિયલ મીડિયા પર હુમલાખોરના વીડિયો પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં એક ભીડ દ્વારા હુમલાખોરને મારવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ઈમરાન ખાન હાલમાં સુરક્ષિત છે. આ હુમલાથી પાકિસ્તાનમાં ભારે ડરનો માહોલ છે.

Previous Post Next Post