મળતી માહિતી અનુસાર તેમના પર AK-47 અને પિસ્ટલથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાખોરોને સુરક્ષા બળો દ્વારા પકડી લેવામાં આવ્યા છે. આ દરમિયાન એક હુમલાખોરને ઠાર કરવામાં આવ્યો છે. આ મૃત્યુ પામેલા હુમલાખોરની ઓળખ નાવીદ તરીકે થઈ છે.
છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter
આજે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર વિરોધ માર્ચ રેલી સમયે જીવલેણ હુમલો થયો છે. તેમના પગમાં 3-4 ગોળી વાગી હોવાના સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર 2 હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર તેમના પર AK-47 અને પિસ્તોલથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાખોરોને સુરક્ષા બળો દ્વારા પકડી લેવામાં આવ્યા છે. આ દરમિયાન એક હુમલાખોરને ઠાર કરવામાં આવ્યો છે. આ મૃત્યુ પામેલા હુમલાખોરની ઓળખ નાવીદ તરીકે થઈ છે.
મળતી માહિતી અનુસાર ઈમરાન ખાનના વર્તમાન સરકારના વિરુદ્ધની વિરોધ માર્ચ દરમિયાન પંજાબમાં તેમના કન્ટેનરમાં પર હુમલો થયો છે. આ હુમલા દરમિયાન તેમના પગમાં ગોળી વાગી છે. હાલમાં તેઓ ખતરાથી બહાર છે. હુમલાખોર દ્વારા પંજાબના વજીરાબાદમાં અલ્લાહવાલા ચોકમાં ગોળીબાર થયો હતો. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. 70 વર્ષીય ઈમરાન ખાનના ડાબા પગમાં ગોળી વાગી હતી. તેમને સારવાર માટે લાહોર લઈ જવામાં આવ્યા છે.
ઈમરાન ખાન પર હુમલો વીડિયો#રિયલ_ફ્રીડમ_લોંગ_માર્ચ #ઇમરાનખાન pic.twitter.com/gbeAwXVZlw
— ફુરકાન અંજુમ (@FurqanA66695679) 3 નવેમ્બર, 2022
હુમલાખોરે મીડિયાને કહ્યું, હું માત્ર ઈમરાન ખાનને જ મારવા માંગતો હતો. pic.twitter.com/1EaE1o7q6h
— ઇહતિશામ ઉલ હક (@iihtishamm) 3 નવેમ્બર, 2022
હુમલામાં ઘાયલ થયા પાકિસ્તાની નાગરિકો
ઈમરાન ખાનની પાર્ટીના નેતા અસદ ઉમરે જણાવ્યુ કે, આ હુમલામાં 9 લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં સ્થાનિક નેતા અહમદ ચટ્ઠા સહિત બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ હુમલામાં 1 વ્યક્તિના મોતના પણ સમાચારે છે. આ હુમલાની જવાબદારી કોઈ પણ આતંકી સંગઠન દ્વારા લેવામાં આવી નથી. ઈમરાન ખાનની પાર્ટીના નેતાઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આ હુમલો વિરોધી પાર્ટીઓ દ્વારા કરવામાં આવ્યો છે.
ઈમરાનના સમર્થકો એ હુમલાખોરને ફટકાર્યો
મીડિયા રિપોર્ટ અનુસાર, હુમલાખોરને પકડીને એક અજ્ઞાત જગ્યા પર લઈ જવામાં આવ્યો છે. આ હુમલા બાદ સોશિયલ મીડિયા પર હુમલાખોરના વીડિયો પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં એક ભીડ દ્વારા હુમલાખોરને મારવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ઈમરાન ખાન હાલમાં સુરક્ષિત છે. આ હુમલાથી પાકિસ્તાનમાં ભારે ડરનો માહોલ છે.