Thursday, November 17, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» આ જગ્યા એ તૈયાર થાય છે ફૂટબોલ વર્લ્ડકપની ટ્રોફી, જાણો તેને બનાવવાની આખી પ્રક્રિયા
નવેમ્બર 17, 2022 | 11:22 p.m
TV9 ગુજરાતી | સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા
નવેમ્બર 17, 2022 | 11:22 p.m
ફિફા વર્લ્ડકપની ટ્રોફી GDE બર્ટોની નામની એક કંપનીમાં બને છે. આ કંપની ઈટાલીમાં સ્થિત છે. ફિફાની ઓરિજનલ ટ્રોફી વર્ષ માં કલાકાર સિલ્વિયો ગાઝાનિગા દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. દર 4 વર્ષે ટ્રોફીની બ્રાસ કોપી આપવામાં આવે છે અને વિજેતા ટીમના ફૂટબોલ ફેડરેશનને આપવામાં આવે છે.
ફાઉન્ડ્રીમાંથી બનીને આવેલી ટ્રોફીની વધારાની ધાતુને દૂર કરવા માટે ટ્રોફીની બ્રાસ બોડીને ગ્રાઈન્ડર દ્વારા છીણવામાં આવે છે. તેના માટે હેમરનો ઉપયોગ કરીને તેને વ્યવસ્થિત પણ કરવામાં આવે છે.
વર્લ્ડકપની આ ટ્રોફીને પોલીશ કરીને ક્રમશઃ શુદ્ધ કરવામાં આવે છે. આ પ્રકિયા સાવધાની પૂર્વક કરવામાં આવે છે.
ત્યારબાદ ટ્રોફી ગેલ્વેનિક વિભાગમાં પહોંચે છે જ્યાં તેને અલ્ટ્રાસોનિક ડીગ્રેઝિંગ બાથ મળે છે.
ગિલ્ડિંગ બાથના અંતે આ ટ્રોફીને કાળજીપૂર્વક નિસ્યંદિત પાણીમાં ધોવામાં આવે છે.
વર્લ્ડકપની ટ્રોફીમાં અંતે મેલાકાઈટ લીલા માર્બલના આધાર લગાવીને પૂર્ણ કરવામાં આવે છે. ટ્રોફીની તેજ અને જાળવણી સુનિશ્ચિત કરવા માટે ઝેપોન વાર્નિશથી આવરી લેવામાં આવે છે.
અંતે ટ્રોફીને સૂકવવામાં આવે છે અને કાળજીપૂર્વક સાફ કરવામાં આવે છે. વર્લ્ડકપમાં વિજેતા ટીમના ખેલાડીઓ માટેના મેડલ પણ અહીં જ બને છે.