ઝૂના પ્રાણીઓને મારીને ખાઈ રહ્યા છે રશિયાના સૈનિકો, ભૂખને કારણે જંગલી બની ગયા રશિયન સૈનિકો

આ યુદ્ધને કારણે રશિયન સૈનિકો અને તેમના પરિવારને પણ ભારે નુકશાન થયુ છે. અનેક રશિયન સૈનિકો આ યુદ્ધમાં માર્યા ગયા છે. રશિયન સૈનિકોની માનસિક સ્થિતિ પણ આ યુદ્ધને કારણે ખરાબ થઈ રહી છે. આ યુદ્ધને કારણે ભૂખ્યા રહેતા રશિયન સૈનિકો હવે જંગલી બની ગયા છે.

ઝૂના પ્રાણીઓને મારીને ખાઈ રહ્યા છે રશિયાના સૈનિકો, ભૂખને કારણે જંગલી બની ગયા રશિયન સૈનિકો

છબી ક્રેડિટ સ્ત્રોત: TV9 gfx

છેલ્લા 8-9 મહિનાથી યૂક્રેન અને રશિયા વચ્ચે તણાવનો માહોલ છે. શબ્દોના પ્રહારથી શરુ થયેલી લડાઈ ખતરનાક યુદ્ધ સુધી પહોંચી હતી. આજે પણ યૂક્રેનમાં રશિયા દ્વારા પાવરપાલન્ટ પર હુમલો થઈ રહ્યો છે. આ યુદ્ધમાં યૂક્રેનના નાગરિકો, સૈનિકો અને પ્રવાસી વિદ્યાર્થીઓના જીવનને અસ્તવ્યસ્ત થઈ ગયા છે. અનેક લોકોના ઘર તૂટયા અને પરિવાર વેરવિખેર થઈ ગયા છે. આ યુદ્ધને કારણે રશિયન સૈનિકો અને તેમના પરિવારને પણ ભારે નુકશાન થયુ છે. અનેક રશિયન સૈનિકો આ યુદ્ધમાં માર્યા ગયા છે. રશિયન સૈનિકોની માનસિક સ્થિતિ પણ આ યુદ્ધને કારણે ખરાબ થઈ રહી છે. આ યુદ્ધને કારણે ભૂખ્યા રહેતા રશિયન સૈનિકો હવે જંગલી બની ગયા છે.

યૂક્રેન રશિયા યુદ્ધમાં રોજ રોજ નવા નવા ખુલાસા અને વાતો સામે આવી રહી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર દાવો કરવામાં આવી રહ્યો છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સૈનિકો માટે યુદ્ધ ક્ષેત્રમાં ભોજન સામગ્રીની અછત સર્જાઈ છે. જેને કારણે રશિયન સૈનિકો ભૂખ્યા જ લડી રહ્યા છે. આ ભૂખને કારણે ઘણા રશિયન સૈનિકો જંગલી બની રહ્યા છે અને પ્રાણીઓને મારીને ખાઈ રહ્યા છે.

ઝૂમાં મળ્યા રશિયન સૈનિકોના જંગલી બનવાના પ્રમાણ

આ સમાચાર સાંભળી આખી દુનિયા આશ્ચર્યમાં મુકાઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, રશિયન સૈનિકો યૂક્રેનમાં પોતાના અધિકૃત વિસ્તારમાં ઝૂમાં બંધ પ્રાણીઓને પોતાનો ખોરાક બનાવી રહ્યા છે. આ પ્રાણીઓમાં કાંગારુ, ઉંટ, હરણ અને ડુક્કરનો જેવા ઘણા પ્રાણીઓ છે. આવા પ્રાણીઓને મારીને રશિયન સૈનિકો પોતાની ભૂખ મટાડી રહ્યા છે. ઝૂમાંથી પ્રાણીઓના કંકાલ અને અવશેષો પણ મળ્યા છે. જે આ જંઘન્ય પાપનું પ્રમાણ આપી રહ્યા છે.

યૂક્રેનના અધિકારીઓનું કહેવુ છે કે, આ સમાચાર સાચા છે. રશિયન સૈનિકો એ અમારા ઘણા પ્રાણીઓને માર્યા છે. આ ઘટના યમ્પિલ ગામમાં બની છે. આ ગામનો વિસ્તાર રશિયન સૈનિકોના કબ્જામાં છે. યૂક્રેનના અધિકારીઓની લિસ્ટ અનુસાર તેમને 1 કાંગારુ, 2 ઉંટ, 1 જંગલી ભેંસ, ઘણા ડુક્કરનો શિકાર કરવામાં આવ્યા છે. લગભગ 11 હજારની વસ્તી ધરાવતુ યમ્પિલ વિસ્તારને સપ્ટેમ્બર મહિનામાં જ રશિયન સૈનિકોમાં કબ્જામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ યૂક્રેનથી આ ચોંકાવનારી હકીકત દુનિયા સામે આવી છે.

أحدث أقدم