Tuesday, November 15, 2022

લગ્નમાં સાડી પહેરીને આવ્યા દુલ્હાના મિત્રો, દુલ્હા એ આપ્યા આવા રિએક્શન

હાલમાં સોશિયલ મીડિયા પર એક લગ્નનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈ લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થયો છે.

લગ્નમાં સાડી પહેરીને આવ્યા દુલ્હાના મિત્રો, દુલ્હા એ આપ્યા આવા રિએક્શન

વાયરલ વિડીયો

છબી ક્રેડિટ સ્ત્રોત: Instagram

સમાજમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ પ્રકારના ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યા છે. પણ આજના જમાનામાં આ ડ્રેસ કોડની મર્યાદા રહી જ નથી. ફેશનના નામ પર હવે વિચિત્ર પ્રકારના કપડાઓ પહેરવામાં આવે છે. તેવામાં ઘણા લોકો એવા પણ છે જે તેમના પારંપરિક ડ્રેસ જ પહેરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક લગ્નનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈ લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થયો છે.

આ વાયરલ વીડિયોમાં લગ્નની તૈયારીના નજારા જોઈ શકાય છે. 2 યુવકો તેમના મિત્રના લગ્નમાં જવા માટે કઈક અલગ રીતે તૈયાર થતા જોવા મળી રહ્યા છે. તેઓ મિત્રના લગ્નમાં સાડી પહેરવાનું નક્કી કરે છે. એક મહિલા તેમને સાડી પહેરાવવામાં મદદ કરે છે. તેઓ સુંદર અને ચટકદાર સાડી પહેરીને મિત્રના લગ્નમાં જાય છે. તેઓ માથા પર બિંદી પણ લગાવે છે. તેમનો આ લુક જોઈ દુલ્હો ચોંકી જાય છે. લગ્નમાં હાજર લોકો તેમનો આ લુક જોઈ હસી હસીને લોટપોટ થઈ ગયા હતા. આ વીડિયો શિકાગોના મિશિગન એવેન્યૂનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ… આ લોકો તો નવી પરંપરા ચાલુ કરશે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ફેશનના નામ પર લોકો કઈ પણ કરવા લાગે છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ઘરે જલ્દી જજો, નહીં તો લોકો ડરી જશે.

Related Posts: