નિસંતાન દંપતિ એ બકરીના બચ્ચાનો ઉજવ્યો જન્મદિવસ, પરિવાર અને પડોશીઓને આપી પાર્ટી

Goat Birthday:સોશિયલ મીડિયા પર એક જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક દંપતિ એક બકરીના બચ્ચાનો જન્મદિવસ ઉજવતા જોવા મળી રહ્યા છે.

નિસંતાન દંપતિ એ બકરીના બચ્ચાનો ઉજવ્યો જન્મદિવસ, પરિવાર અને પડોશીઓને આપી પાર્ટી

વાયરલ વિડીયો

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

સોશિયલ મીડિયા પર બકરીના બચ્ચાના જન્મદિવસનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઉત્તરપ્રદેશના બાંદા વિસ્તારનો છે. આ વિસ્તારમાં એક નિસંતાન દંપત્તિ એ બકરીના બચ્ચાનો જન્મદિવસ ધૂમધામથી ઉજવ્યો હતો. તેમણે પોતાના પરિવાર અને પડોશીઓને આ અવસરે આમંત્રણ આપ્યુ હતુ. સૌ કોઈએ સાથે મળીને આ બકરીના બચ્ચાનો જન્મદિવસ સાથે મળીને ઉજવ્યો. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. લોકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે બકરીના બચ્ચાનો જન્મદિવસ કેમ ઉજવવામાં આવ્યો ? તેની પાછળનું કારણ શું હતુ ?

મીડિયા રિપોર્ટ અનુસાર, આ દંપત્તિ લગ્ન બાદ નિસંતાન જ રહ્યુ હતુ. ગયા વર્ષે તેમની પાલતુ બકરીએ 2 બચ્ચાઓને જન્મ આપ્યો હતો. જેને હાલમાં 1 વર્ષ પૂરુ થયુ. તે અવસર પર તેમણે બકરીના બચ્ચાનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યુ. તેઓ આર્થિક રીતે સુખી સંપન્ન ન હતા. પણ તેમણે આ બકરીના બચ્ચાનો જન્મ દિવસ પોતાના બાળકના જન્મદિવસની જેમ જ ઉજવ્યો. તેમણે બકરીને અને તેના બચ્ચાઓને ફૂલોનો હાર પણ પહેરવ્યો. તેમના માટે કેક મંગાવી, પરિવાર અને પડોશીઓને ભેગા કર્યા અને ધામધૂમથી તેનો જન્મદિવસ ઉજવ્યો. તેમણે તે બચ્ચાઓના નામ કુબેર અને લક્ષ્મી રાખ્યુ છે. તેઓ આ બચ્ચાઓને પોતાના બાળક જ માને છે. જન્મદિવસ પર તે બચ્ચાઓને ધાબળા અને અન્ય ભેટ પણ મળી હતી.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,વાહ કેટલો સરસ વીડિયો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કેટલી સરસ ભાવના. પ્રાણીઓ અને માણસો વચ્ચે આવો જ પ્રેમનો સંબંધ હંમેશા રહેવો જોઈએ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આવા દ્રશ્યો મેં પહેલીવાર જોયા.

أحدث أقدم