Header Ads

રાજકોટના જસદણમાં નરેશ પટેલની હાજરીમાં સમસ્ત પટેલ સમાજની યોજાઈ બેઠક, પાટીદાર અગ્રણીઓ વચ્ચે બંધ બારણે ચર્ચા

Rajkot: રાજકોટમાં જસદણમાં આવેલા શૈક્ષણિક ભવનમાં નરેશ પટેલની બંધ બારણે બેઠક યોજાઈ હતી. જેમાં પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોવડી મંડળની મળેલી આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

TV9 ગુજરાતી

| સંપાદિત: મીના પંડ્યા

નવેમ્બર 05, 2022 | 11:16 p.m

રાજકોટના જસદણમાં શૈક્ષણિક ભવન ખાતે સમસ્ત પટેલ સમાજની બેઠક યોજાઈ. ખોડલધામના ચેરમેને નરેશ પટેલે સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. સમાજને લગતા પ્રશ્નોની ચર્ચા કરી હોવાની નરેશ પટેલે વાત કરી હતી. જોકે ચૂંટણી જાહેર થયાની વચ્ચે મોવડી મંડળની બેઠકની લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નરેશ પટેલે અમિત શાહ સાથેની મુલાકાતને નકારી કાઢી હતી. કહ્યું રમેશ ટીલાળા અને હું અમદાવાદ પારિવારિક સંબંધના તુલસી વિવાહના પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા.

અગાઉ નરેશ પટેલે પીએમ મોદી સાથે કરી હતી મુલાકાત

નરેશ પટેલે જણાવ્યુ કે અમદાવાદમાં દિનેશભાઈ કુંભાણી અમારા ટ્રસ્ટી છે. તેમને ત્યાં તુલસીવિવાહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમને આમંત્રણ હતુ. એ કાર્યક્રમમાં માત્ર હાજરી આપવા ગયા હોવાનું નરેશ પટેલે જણાવ્યુ હતુ. આ પહેલા નરેશ પટેલે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાતને પણ તેમણે માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. આ મુલાકાતને લઈને ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. જેમાં જણાવ્યુ હતુ કે માત્ર ખોડલધામમાં ધજા ચડાવવા માટે પીએમને આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. આ મુલાકાતને રાજકીય ગતિવિધિઓ સાથે કંઈ લેવાદેવા ન હોવાની ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશ ટિલાળાએ સ્પષ્ટતા કરી હતી.

રાજ્યમાં ચૂંટણીની તારીખોના એલાન બાદ જસદણમાં પાટીદાર અગ્રણીઓ વચ્ચેની આ બેઠક ઘણી સૂચક ગણાઈ રહી છે. પાટીદાર મોવડી મંડળની આ બેઠક આગામી ચૂંટણીને લઈને મંથન કરવા મળી હોવાની શક્યતા છે.

Powered by Blogger.