Monday, November 21, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વેકેશન સેલિબ્રેટ કરીને ફર્યા પરત, મુંબઈ એરપોર્ટ પર થયા ક્લિક
નવેમ્બર 21, 2022 | 9:35 p.m
TV9 ગુજરાતી | સંપાદિત: કુંજન શુકલ
નવેમ્બર 21, 2022 | 9:35 p.m
અભિનેત્રી અનુષ્કા શર્મા તેના પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે આજે મુંબઈના એરપોર્ટ પર જોવા મળી હતી. (તસવીરઃ માનવ મંગલાણી)
આ દરમિયાન અનુષ્કા શર્માએ ફેસ માસ્ક પહેર્યો હતો, પરંતુ તેણે વિરાટ સાથે પાપારાઝીને પોઝ આપવા માટે પોતાનો માસ્ક ખોલ્યો હતો. (તસવીરઃ માનવ મંગલાણી)
ટી-20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી હાલમાં આરામ કરી રહ્યો છે. તે તેની પુત્રી અને પત્ની અનુષ્કા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. (તસવીરઃ માનવ મંગલાણી)
આજે જ અનુષ્કા શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ પર ઉત્તરાખંડની તેની કેટલીક તસવીરો શેયર કરી છે, જેના પરથી સ્પષ્ટ છે કે તે હવે વેકેશન સેલિબ્રેટ કરીને પરત ફરી છે. (તસવીરઃ માનવ મંગલાણી)
તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા ચાર વર્ષના લાંબા ગાળા બાદ ફિલ્મ ચકદા એક્સપ્રેસથી મોટા પડદા પર કમબેક કરવા જઈ રહી છે. (તસવીરઃ માનવ મંગલાણી)