રાજકીય સોગઠાબાજી- ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનું ભાજપમાં બે બેઠકો માટે લોબિગ, સ્થાનિક ભાજપના દાવેદારો ચિંતામાં

Gujarat Election 2022: ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે બે બેઠકો માટે ભાજપમાં લોબિંગ શરૂ કર્યુ છે. રાજકોટ દક્ષિણ અને અમદાવાદની પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠક માટે નરેશ પટેલે લોબિંગ શરૂ કરતા સ્થાનિક ભાજપના દાવેદારોની ચિંતા વધી છે.

રાજકીય સોગઠાબાજી- ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનું ભાજપમાં બે બેઠકો માટે લોબિગ, સ્થાનિક ભાજપના દાવેદારો ચિંતામાં

બે બેઠકો માટે લોબિંગ

વિધાનસભાની ચૂંટણી આવતા જ રાજકીય સોગઠાબાજી અને ટિકિટ માટેનું લોબિંગ શરૂ થઈ જાય છે. જેમા સમાજના આગેવાનો પણ તેમના નજીકનાને ટિકિટ અપાવવા માટે લોબિંગ કરતા હોય છે. આ ચૂંટણીની તારીખો જાહેર થતા જ પાટીદાર અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે બે બેઠકો માટે લોબિંગ શરૂ કર્યુ છે. ખોડલધામના બે ટ્રસ્ટીઓ માટે નરેશ પટેલે ભાજપમાં લોબિંગ કરી રહ્યા છે. રાજકોટ દક્ષિણ અને અમદાવાદની એક બેઠક માટે લોબિંગ શરૂ કર્યુ છે. ખોડધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા રાજકોટ દક્ષિણની બેઠક માટે દાવેદારી કરી ચુક્યા છે. તો અમદાવાદની પાટીદાર પ્રભુત્વ ધરાવતી એક બેઠક માટે પણ લોબિંગ કરી રહ્યા છે.

રમેશ ટીલાળાની દાવેદારી અને લોબિંગથી સ્થાનિક ભાજપના દાવેદારો અને કાર્યકર્તાઓમાં લોબિંગથી ચિંતા ઉભી થઈ છે. રાજકોટ દક્ષિણ અને અમદાવાદની એક બેઠક માટે રાજકીય સોગઠાબાજી શરૂ થઈ છે. તાજેતરમાં નરેશ પટેલ અને રમેશ ટીલાળા ભાજપ હાઈકમાન્ડને મળ્યા હતા.

ખોડલધામના ટ્રસ્ટીએ રાજકોટ દક્ષિણ બેઠક પરથી દાવેદારી કરતા રાજકોટના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે. રમેશ ટીલાળા રાજકોટ માટે સેન્સ પણ આપી ચૂક્યા છે. તેઓ ખાસ વિમાન મારફતે અમદાવાદ જઈને હાઈકમાન્ડને પણ મળ્યા હતા અને ટિકિટની માંગ કરી હતી. ત્યારે રાજકોટ શહેરની દક્ષિણ બેઠક હવે હાઈ પ્રોફાઈલ બની ગઈ છે. ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ અને રમેશ ટીલાળાએ ભાજપના હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી હતી. તેઓ અમદાવાદ આવતાં જ રાજકારણ ગરમાયું હતુ.

જોકે ચૂંટણી જાહેર થયાની વચ્ચે મોવડી મંડળની બેઠકને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નરેશ પટેલે અમિત શાહ સાથેની મુલાકાતને નકારી કાઢી હતી. કહ્યું રમેશ ટીલાળા અને હું અમદાવાદ પારિવારિક સંબંધના તુલસી વિવાહના પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા.
હાલ નરેશ પટેલ ખોડલધામના બે ટ્રસ્ટીઓ માટે લોબિંગ કરી રહ્યા છે. જેમા રાજકોટ દક્ષિણ માટે રમેશ ટીલાળાએ દાવેદારી કરી રહ્યા છે તો અમદાવાદની પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠક માટે લોબિંગ શરૂ થયુ છે. આ બેઠક માટે દિનેશ કુંભાણીનું નામ ચર્ચાઈ રહ્યુ છે.

અગાઉ નરેશ પટેલે પીએમ મોદી સાથે કરી હતી મુલાકાત

આ પહેલા નરેશ પટેલે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાતને પણ તેમણે માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. આ મુલાકાતને લઈને ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. જેમાં જણાવ્યુ હતુ કે માત્ર ખોડલધામમાં ધજા ચડાવવા માટે પીએમને આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. આ મુલાકાતને રાજકીય ગતિવિધિઓ સાથે કંઈ લેવાદેવા ન હોવાની ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશ ટિલાળાએ સ્પષ્ટતા કરી હતી.

Previous Post Next Post