Sunday, November 6, 2022

પંચમહાલના જાલીયા કુવા પાસે યુવક-યુવતીની ફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી

[og_img]

  • યુવક ધર્મેન્દ્ર ઉર્ફે સુનિલ ઘોઘમ્બાનાં ખરોડ ગામનો
  • યુવતી રસુલાબેન રાઠવા પાવીજેતપુરનાં બોરકુંડાની
  • પાવાગઢ પોલીસ બનાવ સ્થળે પહોંચી કાર્યવાહી કરી

ઘોઘંબા તાલુકાના ખરોડ ગામના પરિણીત યુવક અને પાવીજેતપુર તાલુકાના બોરકંડા ગામની લગ્નેતર સંબંધો તોડી પિયરમાં રહેતી યુવતીના મૃતદેહો પાવાગઢના ગીચ જંગલમાં જાલીયા કુવા પાસે વૃક્ષ ઉપર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. બંને મૃતદેહો સુધી પહોંચવા પાવાગઢ પોલીસને બે કલાક જંગલમાં ચાલીને જવું પડ્યું હતું.

યુવક-યુવતી વૃક્ષ પર લટકેલી હાલતમાં મળી આવ્યા

ઘોઘંબાના ખરોડ ગામે રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે સુનિલ ભયલાલભાઈ બારીઆ અને પાવીજેતપુરની યુવતી રસુલા ગોપાલ રાઠવાના મૃતદેહોને પાવાગઢ પોલીસે ઝળિયાકુવાના ગીચ જંગલમાંથી બહાર કાઢી હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે લાવ્યા હતા. પાવાગઢના ગીચ જંગલમાં બંનેના મૃતદેહો એક કાંટાળા વૃક્ષ ઉપર લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. ઢોર ચરાવવા ગયેલા ગોવાળે આ બંને મૃતદેહો જોતા પોલીસને જાણ થઈ હતી. પોલીસે બે કિલોમીટર અંદરના જંગલ ચાલતા ગયા હતા અને મૃતદેહો ઉતારી બહાર લાવ્યા હતા.

યુવક ધર્મેન્દ્ર બારીઆ પરણીત હતો

પોતાની મારુતિ વાનને પેસેન્જરમાં ચલાવતો ધર્મેન્દ્ર બારીઆ પરિણીત હતો. ચાર વર્ષ અગાઉ તેના લગ્ન ઘોઘંબા તાલુકાના જ આંકલાવ ગામે થયા હતા. સુખી પારિવારિક જીવનમાં દોઢ વર્ષનો દિકરો છે. જ્યારે પરિવારમાં માતા-પિતા અને બે ભાઈ અને બે બહેન સાથેના સંબંધો તોડી પ્રેમલગ્ન કરી બોરકંડાથી ભીખાપુરા ગયેલી રસુલા રાઠવાનો પ્રેમનો નશો એક જ વર્ષમાં ઉતરી જતા છેલ્લા એક વર્ષથી લગ્નેત્તર સંબંધો છુટા કરી પિયરમાં રહેતી હતી.

યુવક-યુવતી વચ્ચે પ્રેમ હોવાનું પોલીસનું તારણ

બંને મૃતદેહો વૃક્ષ ઉપર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. મૃતદેહો પાસેના મોબાઈલથી બંનેની ઓળખ થઈ શકી હતી, તો હાઇવે ઉપર મારુતિ વાન પણ મળી આવી હતી. આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ લગાવી રહી છે. જેથી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.