Thursday, November 17, 2022

લો બોલો ! કમલનાથે તેમના જન્મદિવસ પર હનુમાનજીની તસવીર સાથે મંદિર આકારની કેક કાપતા ભારે વિવાદ

બીજેપી ઓફિસમાં સીએમ ચૌહાણે કહ્યું, ‘કોંગ્રેસ રામ મંદિરની વિરુદ્ધ હતી. હવે તેઓ હનુમાનજીને માત્ર વોટ માટે યાદ કરે છે…. તેઓએ કેક પર હનુમાનજી(Hanumanji)નું ચિત્ર લગાવ્યું અને પછી તેને કાપ્યું. આ હિંદુ ધર્મ અને સનાતન પરંપરાનું અપમાન છે.

લો બોલો ! કમલનાથે તેમના જન્મદિવસ પર હનુમાનજીની તસવીર સાથે મંદિર આકારની કેક કાપતા ભારે વિવાદ

કમલનાથે પોતાના જન્મદિવસ પર હનુમાનજીની તસવીર સાથે મંદિર આકારની કેક કાપતા ભારે વિવાદ થયો હતો.

કોંગ્રેસના મધ્ય પ્રદેશ એકમના અધ્યક્ષ કમલનાથના જન્મદિવસની ઉજવણી માટે તૈયાર કરાયેલા મંદિરના કદ અને તેના પર હનુમાનજીની તસવીરવાળી કેકને લઈને બુધવારે વિવાદ ઊભો થયો હતો.ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ. ચૌહાણે તેને હિંદુઓનું અપમાન ગણાવ્યું.કમલનાથની તેમના વતન છિંદવાડાની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન, તેમના સમર્થકોએ તેમનો જન્મદિવસ અગાઉથી ઉજવ્યો હતો. તેમનો જન્મદિવસ 18 નવેમ્બરે આવે છે.

વીડિયોમાં પોતાને હનુમાનના ભક્ત ગણાવતા કમલનાથ કેક સાથે જોવા મળે છે.મંગળવારે સાંજે છિંદવાડામાં પૂર્વ મુખ્યમંત્રીના આવાસ પર ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, આ મામલે કોંગ્રેસે કહ્યું કે આ કેક તેમના સમર્થકો દ્વારા છિંદવાડાથી લાવવામાં આવી હતી જેઓ તેમના નેતાનો જન્મદિવસ અગાઉ ઉજવવા માંગતા હતા. આ કેક કમલનાથ દ્વારા બનાવવામાં આવેલા 121 ફૂટના હનુમાન મંદિરના આકારની હતી.

બુધવારે જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) કાર્યાલયમાં પત્રકારો દ્વારા આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ચૌહાણે કહ્યું, “કોંગ્રેસ રામ મંદિરની વિરુદ્ધ હતી. હવે તેઓ હનુમાનજીને માત્ર વોટ માટે યાદ કરે છે. કેક પર હનુમાનજીની તસવીર લગાવો અને પછી તેને કાપી લો. આ હિંદુ ધર્મ અને સનાતન પરંપરાનું અપમાન છે.

કમલનાથના સમર્થકોએ કમલનાથને ભારતીય રાજકારણનો કોહિનૂર ગણાવીને અભિનંદન અને વખાણ કર્યા હતા. જન્મદિવસની ઉજવણી માટે ભજન અને આતશબાજી કરવામાં આવી હતી, ત્યારબાદ કોંગ્રેસના નેતાને ભેટ આપવામાં આવી હતી. આ દરમિયાન તેણે મંદિરના આકારમાં કેક કાપી હતી.

Related Posts: