ભાગેડુ વિજય માલ્યાને ઝટકો: સુપ્રીમકોર્ટના વકીલે કેસ લડવા કર્યો ઇનકાર

[og_img]

  • ભાગેડુ માલ્યાના વકીલે સુપ્રીમ કોર્ટ જજ સમક્ષ કેસ છોડવા કરી અપીલ
  • વિજય માલ્યાનું સરનામું અને ઈમેઈલ એડ્રેસ આપીને અપીલ ગ્રાહ્ય રાખી
  • સરકારી બેંકો પાસેથી અરબોની લોન લઈને વિજય મળ્યા બ્રિટન ભાગ્યો

દેશની સરકારી બેન્કોને કરોડોનો ચૂનો લગાડીને પલાયન થઇ જનાર ભાગેડુ વિજય માલ્યાને વતન પરત લાવવાની પ્રક્રિયા વધુને વધુ લંબાઈ રહી છે. 2 વર્ષ પહેલા જ માલ્યાના પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદથી જ આ મામલો કાનૂની દાવપેચમાં ફસાઈ ગયો છે. દરમિયાન સુપ્રીમ કોર્ટમાં પણ વિજય માલ્યાને લઈને એક કેસ ચાલી રહ્યો છે. જેની સુનાવણીઓ પણ ચલાવવામાં આવી રહી છે. પરંતુ હવે વિજય માલ્યાના વકીલે તેનો કેસ લડવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે વિજય માલ્યાનો કોઈ જ પત્તો નથી અને તેની સાથે વાત પણ નથી થઇ રહી એવામાં તેનો કેસ લડી શકવો સમભાવ નથી.

વાસ્તવમાં, ભારતીય સ્ટેટ બેંક (SBI) સાથે વિજય માલ્યાનો નાણાકીય વિવાદ ચાલી રહ્યો છે. આ કેસમાં એડવોકેટ એસી અગ્રવાલ તેમના વકીલની ભૂમિકા ભજવી રહ્યા છે. પરંતુ, તાજેતરમાં જ થયેલ સુનાવણીમાં એસી અગ્રવાલે માલ્યાનો કેસ લડવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે જસ્ટિસ ચન્દ્રચૂડ અને હિમા કોહલીની ખંડપીઠને કહ્યું હતું, જેટલી મારી જાણકારી છે તે મુજબ વિજય માલ્યા હાલ બ્રિટનમાં છે. પરતું, તે મારી સાથે કોઈ જ વાત નથી કરી રહ્યા. મારી પાસે માલ્યાનો માત્ર ઈમેઈલ એડ્રેસ જ છે. કેમ કે હવે અમે તેમને ત્રેસ નથી કરી શકતા તો એવામાં તેમના પ્રતિનિધિત્વ તરીકે મને રજા મળી જવી જોઈએ.

ત્યારે હવે કોર્ટે એસી અગ્રવાલની અપીલ સ્વીકારી લીધી છે અને તેમને માલ્યાનો ઈમેઈલ એડ્રેસ કોર્ટ રજીસ્ટ્રીમાં લખાવી દેવા અને તેમનું સરનામું પણ આપી દે. આ કેસમાં આગામી સુનાવણી આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં થશે. આમ તો, ચાલુ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં પણ સુપ્રીમ કોર્ટ દ્વારા વિજય માલ્યાને ચાર મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટનો આદેશ ન માનવા માટે તેને આ સજા ફટકારવામાં આવી હતી. ત્યારે, સરકારને પણ કહેવામાં આવ્યું છે કે વિજય માલ્યા ભારત આવીને હાજરી સુનિશ્ચિત કરે. પરંતુ હાલ વિજય મળ્યા બ્રિટનમાં જ છે.

જે કેસમાં સુપ્રીમ કોર્ટે માલ્યાને લઈને સુનાવણી ચાલી રહી છે તે વર્ષ 2017નો છે. સુપ્રીમ કોર્ટે 5 વર્ષ પહેલા 9 મે 2017માં વિજય માલ્યાને કોર્ટના આદેશની અવમાનના કરવા મુદ્દે દોષિત જાહેર કર્યો હતો અને તેની સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી શરૂ કરી હતી. વાસ્તવમાં, વિજય માલ્યાએ પોતાની સંપત્તિનું વિવરણ તે બેંકો અને સંબંધિત ઓથોરિટીને નથી આપ્યું જેની પાસેથી તેણે કરોડો અરબોની લોન લીધી હતી.

હવે આ કેસમાં પણ માલ્યા ક્યારેય કોર્ટમાં હાજર નથી રહ્યા એવામાં તેમના ઉપર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો પણ આરોપ લાગ્યો છે. તે જ કારણે વિજય માલ્યાને 4 મહિનાની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે માલ્યા પાર 2000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. દંડ ન ભરવાની સ્થિતિમાં 2 મહિનાની વધારાની કેદની જોગવાઈ પણ કરવામાં આવી છે.

أحدث أقدم