સુરત: ગુજસીટોક મામલે આરોપીઓની મિલ્કત અને કાર જપ્ત

[og_img]

  • ગુજસીટોકના આરોપીની બે કાર ટાંચમાં લેવાઈ
  • ગુજસીટોક ગુનામાં જેલમાં બંધ છે લાલુ જાલિમ
  • ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કરતી ગેંગનો સફાયો કરી નાખ્યો

સુરતમાં ગુજસીટોકના આરોપીની બે કાર ટાંચમાં લેવાઈ છે. જેમાં આરોપીએ ગેરકાયદેસર આવકમાંથી લક્ઝરીયસ કાર લીધી હતી. તથા લાલુ જાલિમ પર હત્યાના પ્રયાસ, ખંડણી જેવા ગંભીર ગુનાઓ છે. અને ગુજસીટોક ગુનામાં લાલુ જાલિમ જેલમાં બંધ છે.

જેલમાં બંધ આરોપીઓની મિલ્કત જપ્ત થશે
ઉલ્લેખનીય છે કે ગુજસીટોક ગુનામાં જેલમાં બંધ આરોપીઓની પણ મિલ્કત બાબતે પોલીસ તપાસ કરી રહી છે. જેમાં ગુજસીટોક હેઠળ જેલવાસ ભોગવતા સુરત શહેરના માથાભારે લાલુ જાલીમ સામે સકંજો કસવા પોલીસે તેની મિલકતો જપ્ત કરવાની કવાયત હાથ ધરી છે. ખંડણી સહિતની બેનંબરની આવકમાંથી ખરીદેલી ફોર્ચ્યુનર અને આઇ-20 કાર સુરત ક્રાઇમ બ્રાંચે કબ્જે લીધી છે. ગુજસીટોકનો કાયદો અમલમાં આવ્યા બાદ સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કરતી ગેંગનો સફાયો કરી નાખ્યો હતો.

જાલીમ ગેંગ સામે ગુજસીટોકનું શસ્ત્ર

સુરત શહેરના અલગ- અલગ વિસ્તારોમાં આતંક મચાવતી ગેંગો સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી ગેંગ લિડર સહિત તેના સાગરિતોને જેલ ભેગા કરી દીધા હતા. જે અંતર્ગત અમરોલી વિસ્તારમાં ગુંડાગર્દી કરતી લાલુ જાલીમ ગેંગ સામે પણ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામાયુ હતુ. સુરત ક્રાઇમ બ્રાંચે ગેંગ લિડર અમિત ઉર્ફે લાલુ જાલીમ મહેન્દ્રસિંગ રાજપુત અને તેના સાગરિતો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી તમામને જેલભેગા કરી દીધા હતા. દરમિયાન પોલીસ તપાસમાં કુખ્યાત લાલુ જાલીમે લોકોને ડરાવી-ધમકાવી ખંડણી વસૂલી મિલકતો ખરીદી હોવાનું ખુલ્યું હતુ. બેનંબરની આવકમાંથી લાલુએ ફોર્ચ્યુનર કાર અને આઇ-20 કાર ખરીદી હોય સુરત ક્રાઇમ બ્રાંચે રૂપિયા 16લાખની બંને કાર જપ્ત કરી લીધી છે.

أحدث أقدم