રાજકોટ ભાજપમાં જૂથવાદ પર વિજય રૂપાણીએ કહી આ વાત, જુઓ વીડિયો

Gujarat Election 2022: રાજકોટ ભાજપમાં જૂથવાદ અંગે વિજય રૂપાણીએ મોટુ નિવેદન આપ્યુ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે પાર્ટીમાં ઉમેદવાર કોઈપણ હોય પરંતુ કાર્યકર હંમેશા મેદાને હોય છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: મીના પંડ્યા

નવે 11, 2022 | 10:03 p.m

ગુજરાત વિધાનસસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. જેમાં તમામ નેતાઓ પોતપોતાની પાર્ટીના જીતના દાવા કરી રહ્યા છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપના જૂથવાદ પર મોટુ નિવેદન સામે આવ્યુ છે. રૂપાણીએ જણાવ્યુ કે ભાજપમાં નવા ચહેરાને તક આપવાની પરંપરા છે. અહીં કોઈ જૂથવાદ નથી. તેમણે વધુમાં જણાવ્યુ કે ગુજરાતમાં ભાજપની જીતનું વાતાવરણ સારુ હોવાથી સંખ્યાબંધ કાર્યકરોએ ટિકિટની માગ કરી હતી, જો કે ટિકિટની વહેંચણી બાદ સહુ કાર્યકરો કમળને વિજયી બનાવવા સક્રિય થયા છે. તેમણે કહ્યું કે ભાજપનો કાર્યકર ઉમેદવાર કોઈપણ હોય, પરંતુ કાર્યકર હંમેશા મેદાને હોય જ છે. વ્યક્તિ કોઈપણ હોય પરંતુ કમળને જીતાડવા માટે પ્રયત્નશીલ હોય છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: આપના સૂપડા સાફ થઈ જશે: રૂપાણી

આ સાથે વિજય રૂપાણીએ રાજકોટના ચારેય ઉમેદવારો જંગી મતો સાથે જીતશે. તેમણે જણાવ્યુ કે ચૂંટણીમાં આપનું તળિયુ પણ નહીં રહે. તેમના ચૂંટણી લડવા અંગે રૂપાણીએ જણાવ્યું કે મે સામેથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી અને પક્ષે તેને માન્ય રાખી છે. નવા લોકોને તક મળે અને જનતાને નવા નેતૃત્વનો લાભ મળે આથી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હોવાનું રૂપાણીએ જણાવ્યુ હતુ. વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યુ કે વજુભાઈએ એક મિનિટમાં નરેન્દ્ર મોદી માટે સીટ ખાલી કરી હતી. મેં પળવારમાં મુખ્યમંત્રી પદ છોડ્યુ હતુ. આમ આદમી પાર્ટી પડકારરૂપ છે કે કેમ તેના સવાલમાં રૂપાણીએ જણાવ્યુ કે ગુજરાતની જનતા ભાજપમાં સંપૂર્ણ ભરોસો ધરાવે છે. આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થઈ જશે.

أحدث أقدم