કોંગ્રેસને મોટી રાહત, ભારત જોડો યાત્રા અને પાર્ટીના ટ્વિટર હેન્ડલ બ્લોક કરવાના આદેશ પર રોક

આજે કોંગ્રેસ માટે રાહતના સમાચાર આવ્યા છે. કોર્ટે કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાના બેંગલુરુ કોર્ટના આદેશ પર રોક લગાવી છે.

કોંગ્રેસને મોટી રાહત, ભારત જોડો યાત્રા અને પાર્ટીના ટ્વિટર હેન્ડલ બ્લોક કરવાના આદેશ પર રોક

ભારત જોડો યાત્રા અને પાર્ટીના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવા માટે ક્રમમાં રહો

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો

ગઈકાલે 7 નવેમ્બરે કોંગ્રેસ પાર્ટીની સમસ્યાઓમાં વધારો કરતા સમાચાર સામે આવ્યા હતા. કોંગ્રેસને બેંગલુરુ કોર્ટે મોટો ઝટકો આપ્યો હતો. બેંગલુરુ કોર્ટે કોંગ્રેસ પાર્ટી, ભારત જોડોના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. પણ આજે કોંગ્રેસ માટે રાહતના સમાચાર આવ્યા છે. આ કેસમાં કર્ણાાટક હાઈકોર્ટે કોંગ્રેસને મોટી રાહત આપી છે. કોર્ટે કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાના બેંગલુરુ કોર્ટના આદેશ પર રોક લગાવી છે. કોપીરાઈટને કારણે બેંગલુરુ કોર્ટે આ આદેશ આપ્યો હતો. આ મામલે કોંગ્રેસે કહ્યુ છે કે, તેઓ બધા ઉપાયો પર વિચાર કરી રહ્યા છે.

હાઈકોર્ટે એ પણ આદેશ કર્યો છે કે કોંગ્રેસ તેના બધા સોશિય મીડિયા પ્લેટફોર્મ જેમ કે ટ્વિટર, યૂટયૂબ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પરના બધા કોપીરાઈટ વીડિયોને હટાવે. કોંગ્રેસે તેના વીડિયોમાં KGF-2 ફિલ્મના સાઉન્ડ ટ્રેકનો ઉપયોગ કર્યો હતો. આ સાઉન્ડ ટ્રેકના કોપીરાઈટ ધારક એમઆરટી મ્યૂઝિકની અરજી પર બેંગ્લુરુ કોર્ટે કોંગ્રેસ માટે આ આદેશ આપ્યો હતો. કોંગ્રેસ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે કોપીરાઈટનું ઉલ્લંધન કર્યુ છે. કોપીરાઈટ સંગીતના ઉપયોગ કરવા પર કોંગ્રેસ અને તેમના નેતાઓ વિરુદ્ધ પગલા લેવાની માગ કરવામાં આવી હતી.

બેંગલુરુ કોર્ટનો આ હતો આદેશ

કોર્ટે આદેશમાં કહ્યુ હતુ કે, કોપીરાઈટ ધારકે સીડી પ્રસ્તુત કરીને એક-એક કરીને કોપીરાઈટ અધિકારવાળી કૃતિનો મૂળ રુપ અને અવૈધ રુપે બનાવવમાં આવેલ વીડિયો બતાવ્યો હતો. આ દરમિયાન બેંગલુરુ કોર્ટને કોપીરાઈટનુ ઉલ્લંઘન જણાતા તેમણે કોંગ્રેસ વિરુદ્ધ પોતાનો આદેશ આપ્યો હતો.

આદેશ પર કોંગ્રેસે આપી આવી પ્રતિક્રિયા

બેંગલુરુ કોર્ટના નિર્ણય પર કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યુ કે, અમે આઈએનસી અને બીજેવાઈ એસએમ હેન્ડલ વિરુદ્ધ બેંગલુરુની એક ન્યાયાલયના આદેશ વિશે સોશિયલ મીડિયા પર વાંચ્યુ છે. અમને ન્યાયાલયની કોઈ કાર્યવાહી કે કાર્યવાહી દરમિયાન ઉપસ્થિત રહેવાની કોઈ માહિતી આપવામાં આવી નથી. અમે દરેક કાયદાકીય ઉપાયો પર વિચાર કરી રહ્યા છે.

أحدث أقدم