Monday, November 21, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» ભારતનું ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ જીતવાનું નિશ્ચિત , જુઓ આંકડાઓ
નવેમ્બર 21, 2022 | 9:59 AM
TV9 ગુજરાતી | સંપાદિત: નિરુપા દુવા
નવેમ્બર 21, 2022 | 9:59 AM
ભારતીય અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી 20 સિરીઝ રમાય રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી અને બીજી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને હાર આપી છે. હવે ત્રીજી મેચ 22 નવેમ્બરના રોજ રમાશે અને આ મેચમાં ભારતની જીત અને સિરીઝ પર કબ્જો કરવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. જુઓ આંકડાઓ .(AFP Photo)
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દ્રિપક્ષીય સિરીઝમાં રમાયેલી છેલ્લી 9 ટી20 મેચના આંકડાઓ જોઈએ તો તેમાં ભારતનું પલડું ભારે છે. આ તમામ મેચમાં ભારતે જીત મેળવી છે. એવામાં આ સિરીઝની ત્રીજી મેચમાં પણ ભારતની જીત પાક્કી માનવામાં આવી રહી છે.(AFP Photo)
હાર્દિક પંડ્યા આ સિરીઝમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રવિવારના રોજ રમાયેલી આ મેચમાં હાર્દિક પંડ્યાએ ચોથી વખત ટીમની કેપ્ટનશીપ કરી છે. પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતે આ 4 મેચમાં જીત મેળવી છે.(AFP Photo)
બીજી મેચમાં ભારતની જીતના હીરો સૂર્યકુમાર યાદવ રહ્યો છે. સૂર્યકુમારે આ મેચમાં 111 રનની ઈનિગ્સ રમી અને પ્લેયર ઓફ ધ મેચમાં પસંદગી થઈ છે. આ વર્ષમાં તે સાતમી વખત છે જ્યારે સૂર્યાને આ એવોર્ડ મળ્યો છે. તેમણે આ મામલે વિરાટ કોહલીને પાછળ છોડ્યો છે.(AFP Photo)
સૂર્યા ભારતનો બીજી બેટસમેન છે. જેમણે ટી20માં 2 સદી ફટકારી છે. તેમણે આ પહેલા રોહિત શર્મા કામ કરી ચૂક્યા છે.(AFP Photo)