દાંતાની સભામાં ગર્જ્યા શક્તિસિંહ- ભાજપવાળા પાસેથી પૈસા લઈ લેજો પણ મત કોંગ્રેસને જ આપજો

Gujarat Election 2022: બનાસકાંઠાની દાંતામાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે જાહેરસભા સંબોધી હતી. જેમા તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે ભાજપવાળા થોડા રૂપિયા આપે તો વધુ લઈ લેજો પણ મત તો કોંગ્રેસને જ આપજો.

દાંતાની સભામાં ગર્જ્યા શક્તિસિંહ- ભાજપવાળા પાસેથી પૈસા લઈ લેજો પણ મત કોંગ્રેસને જ આપજો

શક્તિસિંહ ગોહિલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો દિવસ જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ પ્રચાર વધુ આક્રમક બની રહ્યો છે. આટલુ ઓછુ હોય તેમ હવે પ્રચારમાં વ્યક્તિગત આક્ષેપબાજી પણ જોવા મળી રહી છે. બનાસકાંઠાના દાંતાના હડાદમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે જનસભા સંબોધી હતી.  જેમા તેમણે નિવેદન આપ્યુ કે “ભાજપ પાસેથી પૈસા લેજો પણ મત કોંગ્રેસને જ આપજો.” બનાસકાંઠાના દાંતાની જનસભામાં શક્તિસિંહ ગર્જ્યા હતા અને કથિત ભાજપના કાર્યકર્તા યુવાનોને રૂપિયા આપતા હોવાનો વીડિયો પર પ્રહાર કર્યા હતા. શક્તિસિંહે ભાજપને આડેહાથ લેતા કહ્યું કે, “ભાજપવાળા થોડાં રૂપિયા આપે તો વધુ લઈ લેજો પણ મત તો કોંગ્રેસને જ આપજો, આ રૂપિયા એમના બાપ-દાદાના નથી, આપણું જ લોહી ચૂસીને એકત્ર કર્યા છે.”

દાંતામાં કોંગ્રેસના કાંતિભાઈ ખરાડીના સમર્થનમાં શક્તિસિંહે માગ્યા મત

શક્તિસિંહે દાંતામાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડીના સમર્થનમાં હડાદ ખાતે સભા સંબોધી હતી. જેમા તેમણે કાંતિ ખરાડીને જીતાડવા માટે અપીલ કરી હતી. શક્તિ ગોહિલે સભામાં જણાવ્યુ કે તમે બધા પરસેવો પાડો છો, ત્યારે પૈસા આવ્યા છે અને તેમની પાસે હરામના પૈસા આવ્યા છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે એ લોકો એક સાડી આપતા હોય તો 5 લઈ લેજો પણ મત તો કાંતિભાઈને જ આપજો. આટલેથી ન અટક્તા તેમણે કહ્યુ રૂપિયા થોડા આપતા હોય તો વધુ લઈ લેજો, એ કંઈ એમના બાપ દાદાના નથી આપણા લોહી ચુસીને જ ભેગા થયા છે.

શક્તિસિંહે કથિત ભાજપના કાર્યકરોના રૂપિયાની લ્હાણી કરતા વાયરલ વીડિયો મુદ્દે કર્યા પ્રહાર

બનાસકાંઠાના એક નેતાનો દારૂ વેચવાનો વીડિયો વાયરલ થયા બાદ હવે ભાજપના કાર્યકરોનો યુવાનોને રૂપિયા આપતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. બનાસકાંઠાની દાંતા બેઠક પર વધુ એક વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયુ છે. ભાજપના કાર્યકરો યુવાનોને રૂપિયા આપતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. અગાઉ મહિલાઓને સાડીની લ્હાણી કરતો અને દારૂના નિવેદનનો વીડિયો વાયરલ થયો હતો. અગાઉ દાંતાના જ ભાજપના ઉમેદવાર સામે તેમના વિવાદી નિવેદનને લઈને ફરિયાદ નોંધી હતી. જેમા દારૂ ખોળામાં નહીં ટોપલામાં વેચાવીશ તેવા નિવેદનનો વીડિયો વાયરલ થયો હતો. જો કે દાંતા પોલીસ મથકે લાધુ પારગી સામે ફરિયાદ

Previous Post Next Post