Thursday, November 3, 2022

સાઉથ આફ્રિકાની પાકિસ્તાન સામે હેટ્રિક, છતાં થઈ હાર

[og_img]

  • સાઉથ આફ્રિકાની થઈ હાર
  • વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • ઈફ્તિખાર-શાદાબની 36 બોલમાં 82 રનની ભાગીદારી

ટી-20 વર્લ્ડ કપમાં આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલ પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા સામેની મેચમાં કોઈ એક ખેલાડીએ નહીં પરંતુ ટીમે હેટ્રિક લીધી હતી. 19મી ઓવરના પાંચમા અને છઠ્ઠા બોલે અને 20મી ઓવરના પ્રથમ બોલે વિકેટ ઝડપી સાઉથ આફ્રિકાએ જોરદાર વાપસી કરી હતી. સાઉથ આફ્રિકાએ સતત 3 બોલમાં 3 વિકેટ ઝડપી હતી. ટી-20 વર્લ્ડ કપના સુપર 12 રાઉન્ડમાં સાઉથ આફ્રિકાની વિરુદ્ઘ પાકિસ્તાનનો ટોપ ઓર્ડર અસફળ રહ્યો હતો. પરંતુ, પાકિસ્તાનની ટીમના મિડલ ઓર્ડરના સહારે તેઓ સારા સ્કોર સુધી પહોંચી શકયા હતા. ઈફ્તિખાર અહમદ અને શાદાબ ખાનની તાબડતોડ બેટિંગ કારણે લાગી રહ્યુ હતુ કે પાકિસ્તાનની ટીમ 200 રન બનાવી દેશે પણ સાઉથ આફ્રિકની ટીમે હેટ્રિક લઈને મેચમાં વાપસી કરી હતી.તેનો વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સાઉથ આફ્રિકાએ 3 બોલમાં 3 વિકેટ ઝડપી

19મી ઓવરના પાંચમા બોલે શાદાબ ખાન, બોલર નોરખિયાના બોલ પર આઉટ થયો હતો. તેના શોર્ટ બોલ પર શાદાબે મિડવિકેટ પર શોટ રમ્યો હતો જે ટ્રિસ્ટન સ્ટબ્સે કેચ કર્યો હતો. શાદાબ બાદ મોહમ્મદ વસીમ બીજા જ બોલ પર આઉટ થયો હતો. આ પછી રબાડાએ 20મી ઓવરના પહેલા બોલ પર ઈફ્તિખાર અહેમદને આઉટ કર્યો હતો. ઇફ્તિખારે બાઉન્ડ્રી લાઇન પર મારેલા બોલને રિલે રુસોએ કેચ કર્યો હતો.

ઈફ્તિખાર-શાદાબની 36 બોલમાં 82 રનની ભાગીદારી

ઇફ્તિખાર અહેમદ અને શાદાબ ખાને શાનદાર પ્રદર્શન કરી પાકિસ્તાનની ટીમને મુશ્કેલીમાંથી ન માત્ર બચાવી, પરંતુ તેને 185 રનના સર્વશ્રેષ્ઠ સ્કોર સુધી પહોંચાડી. ઈફ્તિખાર અને શાદાબે 36 બોલમાં 82 રનની ભાગીદારી કરી હતી. શાદાબ ખાને 20 બોલમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે ઈફ્તિખારે પણ 33 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ મેચમાં પાકિસ્તાનની ટીમે સાઉથ આફ્રિકાને 33 રનથી હરાવ્યું હતું.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.