સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરની (Ranbir Kapoor) દીકરીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે ફેન્સની અપીલ પર એક્ટ્રેસે પોતાની બેબી ગર્લની તસવીર શેયર કરી છે.

આલિયા-ભટ્ટ-અને-રણબીર-કપૂર
હાલમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમની બેબી ગર્લને લઈને ચર્ચામાં છે. બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે 6 નવેમ્બરે દીકરીને જન્મ આપ્યો છે. ત્યારથી જ ફેન્સ સતત કપલને બાળકનો ફેસ બતાવવાની અપીલ કરી રહ્યા છે. આ દરમિયાન એક્ટ્રેસની બેબી ગર્લનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં આલિયા એક સુંદર છોકરી સાથે પ્રેમ કરતી જોવા મળી રહી છે તો ચાલો જાણીએ કે આ ફોટો પાછળનું સત્ય શું છે, આલિયા અને રણબીરે ખરેખર તેમની દીકરીનો ચહેરો બતાવીને ફેન્સની વિનંતી સ્વીકારી છે?
તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર આવી ઘણી તસવીરો સામે આવી છે જેમાં આલિયા એક નાની બાળકી સાથે જોવા મળી રહી છે. કેટલીક તસવીરોમાં રણબીર કપૂર પણ નાના બાળક સાથે રમતો જોવા મળે છે. પરંતુ માતા બન્યા બાદ આલિયાએ એક પોસ્ટમાં માહિતી આપી હતી કે તેણે પુત્રીને જન્મ આપ્યો છે. પોસ્ટ શેયર કરતા તેણે લખ્યું કે, ‘અમારા જીવનના સૌથી સારા સમાચાર આવી ગયા છે.’
એક અન્ય તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં આલિયા હોસ્પિટલના બેડ પર જોવા મળી રહી છે. આ વીડિયો એક ટ્વિટર યુઝરે શેયર કર્યો છે. પરંતુ, આ વીડિયોની સત્યતા એ છે કે તેમાં આલિયાની તસવીર ફોટોશોપ કરવામાં આવી છે. ફોટોશોપ દ્વારા એક્ટ્રેસનો ફેસ બદલવામાં આવ્યો છે. આલિયા ભટ્ટે હજુ સુધી પોતાની બાળકીનો ચહેરો ફેન્સની સામે જાહેર કર્યો નથી.
લગ્નના 2 મહિના પછી પ્રેગ્નન્ટ હોવાની મળી હતી જાણકારી
તમને જણાવી દઈએ કે આલિયાએ લગ્નના 2 મહિના પછી જ એટલે કે 27 જૂન 2022ના રોજ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયાએ હોસ્પિટલના બેડ પર પડેલી સોનોગ્રાફી પોસ્ટ કરીને ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેગ્નન્સીની જાણકારી આપી હતી. ત્યારથી ફેન્સ નાના મહેમાનના આગમનની રાહ જોઈ રહ્યા હતા. 2017માં ફિલ્મ નિર્માતા અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’ માટે તેમને કાસ્ટ કરવામાં આવ્યા, ત્યારે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની અફવાઓ ફેલાઈ હતી. છેલ્લે 2018માં બંને સોનમ કપૂરના લગ્નના રિસેપ્શનમાં એક કપલ તરીકે તેમની પહેલી ઉપસ્થિતિ હતી. આ દેખાવ પછી તરત જ રણબીરે તેમના સંબંધોની પુષ્ટિ કરી. તે સમયે તેને કહ્યું હતું કે, તેમનો સંબંધ “નવો” છે અને તે તેના વિશે વધુ વાત કરવા માંગતો નથી.