الخميس، 3 نوفمبر 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» એડિલેડની છત પર ચઢી પાકિસ્તાનની એન્કર, સૂર્યકુમારે પણ જીતી લીધું 'દિલ'
નવે 03, 2022 | 3:46 p.m
TV9 ગુજરાતી | સંપાદિત: નિરુપા દુવા
નવે 03, 2022 | 3:46 p.m
T20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાનનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. ભારત બાદ આ ટીમ ઝિમ્બાબ્વે સામે પણ હારી ગઈ છે અને તેનું સેમિફાઈનલમાં પહોંચવું ઘણું મુશ્કેલ છે. જોકે ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાનનો એક એન્કર ચોક્કસપણે સફળતાનો ઝંડો લહેરાવી રહ્યો છે. (Photo – Zainab Abbas Instagram)
વાત થઈ રહી છે જૈનબ અબ્બાસની જે પાકિસ્તાનની ફેમસ સ્પોર્ટસ એન્કર છે. જૈનબ હાલમાં ટી 20 વર્લ્ડકપને લઈ કવર કરી રહી છે અને આ દરમિયાન ભારતીય ટીમના મોટા મેચ વિનર સાથે વાતચીત કરતી જોવા મળી હતી.(Photo – Zainab Abbas Instagram)
જૈનબે સૂર્યકુમાર યાદવ સાથે મુલાકાત કરી હતી પર્થમાં થયેલી વાતચીત અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ તેની ઈનિગ્સે જૈનબનું દિલ જીતી લીધું છે. જૈનબે લખ્યું નંબર 1ટી 20 બેટ્સમેન સાથે શાનદાર વાતચીત થઈ
તમને જણાવી દઈએ કે, જૈનબ અબ્બાસે એડિલેડમાં પણ મસ્તી કરી હતી. બુધવારના રોજ પાકિસ્તાની એન્કર એડિલેડ સ્ટેડિયમની છત પર ચઢી હતી. ત્યાં પહોંચી તેમણે ફોટો ક્લિક કર્યો હતો.
જૈનબ અબ્બાસે ટી 20 વર્લ્ડકપ શરુ થતાં જ વિરાટ કોહલીની સાથે ઈન્ટરવ્યું કર્યું હતુ. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાની એન્કર વિરાટ કોહલીની મોટી ચાહક છે.