الأربعاء، 9 نوفمبر 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» બુમરાહનું નામ લઈને ચાહકોએ સંજનાને ટ્રોલ કરી, એવો જવાબ મળ્યો કે તે પોતાનો ચહેરો બતાવી શકશે નહીં
નવે 09, 2022 | 3:46 p.m
TV9 ગુજરાતી | સંપાદિત: નિરુપા દુવા
નવે 09, 2022 | 3:46 p.m
સોશિયલ મીડિયા પર હંમેશા ક્રિકેટ ખેલાડી ટ્રોલ થતાં હોય છે ક્યારેક પોતાની રમતના કારણે તો ક્યારેક કોઈ નિવેદનના કારણ અને કેટલીક વખત એવું પણ જોવા મળ્યું છે કે, ખેલાડીના પાર્ટનર પણ આનો શિકાર બન્યા હોય. હાલમાં ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની પત્ની અને સ્પોર્ટસ પ્રેઝન્ટર સંજના ગણેશને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો જેનો તેણે શાનદાર જવાબ આપ્યો છે.(Sanjana Ganesan Twitter)
જસપ્રીત બુમરાહની પત્ની હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે જ્યાં તે આઈસીસી દ્વારા ટી 20 વર્લ્ડકપને કવર કરી રહી છે. તે આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેનો ફોટો શેર કરતી રહે છે. તેમણે એડિલેડના સ્ટેડિયમમાંથી પોતાનો એક ફોટો શેર કર્યો છે જેના પણ એક વ્યક્તિએ તેને ટ્રોલ કરી ટિપ્પણી કરી છે.(Sanjana Ganesan Twitter)
ટ્રોલરે સંજનાના ફોટો પર કોમેન્ટ કરતા લખ્યું કે, મેમ તમે આટલી સુંદર પણ નથી ,જસપ્રીત બુમરાહને કઈ રીતે પટાવ્યો. સંજનાએ કોમેન્ટ પર જવાબ આપવાનો નિર્ણય કર્ય અને એવો જવાબ આપ્યો કે, હવે કોઈ તેને ટ્રોલ કરવાનો પ્રયત્ન પણ કરશે નહિ.
સંજનાએ કોમેન્ટના જવાબમાં લખ્યું, ખુદ ચપ્પલ જેવું મોઢું લઈને ફરી રહ્યા છો તેનું શું, સંજનાનો ગુસ્સો જોવા મળ્યો હતો અને ટ્રોલરે કોમેન્ટ ડિલીટ કરી એકાઉન્ટ પ્રાઈવેટ કરી નાંખ્યું હતુ. સંજનાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આ વિશે લખ્યું.
સંજનાએ લખ્યું આજે મે એક ટ્રેલરને તેના જ અંદાજમાં જવાબ આપ્યો તો તેમણે કોમેન્ટ ડિલીટ કરી . મારો સવાલ એ છે કે, જો તમે એક નેગેટિવ કોમેન્ટ લઈ ન શકો તો મારી પાસે શું ઉમ્મીદ કરી શકો કે હું હજારો આવી કોમેન્ટ અવગણી કરી દઉં, તે દંભ છે. સોશિયલ મીડિયા પર કોઈને કંઈ પણ કહેતા પહેલા વિચારો.
સંજના એક જાણીતી મોડલ અને ટીવી પ્રેજેન્ટર છે. તે પ્રી-મેચ શોની એન્કર છે. વર્ષ 2021માં સંજના અને ભારતીય ક્રિકેટર જસપ્રીત બુંરાહે લગ્ન કર્યા હતા. બુમરાહ ઈજાગ્રસ્ત હોવાથી આ વખતે ટી20 વર્લ્ડકપનો ભાગ નથી પરંતુ સંજના આઈસીસી માટે વર્લ્ડકપ કવર કરી રહી છે.