الثلاثاء، 8 نوفمبر 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના સંબંધમાં પડી તિરાડ, જાણો કોની સાથે ચાલી રહ્યું છે શોએબ મલિકનું ચક્કર
નવેમ્બર 08, 2022 | 3:38 p.m
TV9 ગુજરાતી | સંપાદિત: નિરુપા દુવા
નવેમ્બર 08, 2022 | 3:38 p.m
સાનિયા મિર્ઝા અને શોએબ મલિક રમતગમતની દુનિયાના સૌથી પ્રખ્યાત કપલમાંથી એક છે. બંને ભારતમાં પહેલીવાર મળ્યા હતા. ત્યારબાદ તેઓ ઓસ્ટ્રેલિયાના હોબાર્ટ શહેરમાં મળ્યા અને વર્ષ 2010માં બંનેએ લગ્ન કરી લીધા. લગ્નની વિધિ હૈદરાબાદમાં થઈ હતી અને રિસેપ્શન લાહોરમાં થયું હતું. પરંતુ હવે સમાચાર છે કે બંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. મામલો એટલો વધી ગયો છે કે બંનેના છૂટાછેડાનો ખતરો છે. (PC-INSTAGRAM)
સાનિયા મિર્ઝાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે આ સમાચારની લગભગ પુષ્ટિ કરી દીધી છે. ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતા સાનિયાએ લખ્યું શું તૂટેલા દિલ ભગવાનને શોધવા ક્યાં જાય છે. સાનિયા મિર્ઝાની આ પોસ્ટ સાબિત કરે છે કે તેના પારિવારિક જીંદગીને કોઈને નજર લાગી ચૂકી છે.(PC-INSTAGRAM)
અહેવાલો એવા છે કે, શોએબ મલિકનો કોઈ સાથે ચક્કર ચાલી રહ્યું છે. ચક્કર કોની સાથે ચાલી રહ્યું છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ પાકિસ્તાનમાં લોકો શોએબનું નામ અભિનેત્રી આયશા ઉમર સાથે જોડી રહ્યા છે.
ગત્ત મહિને જ શોએબ અને આયશા ઉમરની સાથે બંન્ને એક મેગેઝિનના ફોટોશૂટમાં ખુબ નજીક જોવા મળ્યા હતા. આ ફોટોશૂટ સ્વિમિંગ પૂલમાં થયું હતુ, ત્યારબાદ બંન્નેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આયશા ઉમર અને શોએબ મલિકની નિકટતાના અહેવાલ કેટલા સાચા છે એ તો હજુ સુધી સ્પષ્ટ થયા નથી પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, સાનિયા મિર્ઝા ખુબ પરેશાન છે. સોશિયલ મીડિયા પર તેની આ પોસ્ટ કાંઈ અલગ જ ઈશારો કરી રહી છે.
આયશા ઉમર પાકિસ્તાનની મશહુર અભિનેત્રી અને યુટ્યુબર છે. તે પાકિસ્તાનની સ્ટાઈલ આઈકન પણ માનવામાં આવે છે. આયશા ક્રિકેટની ચાહક છે અને હંમેશા તે સ્ટેડિયમમાં પાકિસ્તાનની ટીમને ચીયર કરતી જોવા મળે છે.