ભાવનગર માર્કેટયાર્ડમાં મગફળીની ધૂમ આવક, વાહનોની લાંબી કતારો લાગી

[og_img]

  • સોમવારથી નવી સુચના ન મળે ત્યાં સુધી નવી આવક પર પ્રતિબંધ
  • સોમવાર સવાર સુધીમા યાર્ડમાં 35 હજાર ગુણી ઠલવાવાનો અંદાજ
  • સારી મગફળીનો હાલ ટેકાનો ભાવ રૂ. 1100 થી 1600નો ભાવ

ભાવનગર માર્કેટયાર્ડ ખાતે નવી શીંગ, મગફ્ળીની આવક તા.6 ને રવિવારના રોજ બપોરે 2 કલાકથી ઉતારવાની સુચના યાર્ડના સુત્રો દ્વારા અપાઈ હતી. દરમિયાન રવિવારે સવારથી જ જિલ્લાભરમાંથી ખેડૂતો દ્વારા ટ્રેક્ટર, છોટા હાથી જેવા વાહનોમા મગફળી લાવતા ભાવનગર-રાજકોટ હાઈ-વે પર વાહનોની લાઈન લાગી હતી. યાર્ડમા સોમવારે સવાર સુધી મગફળી ઉતારી શકાશે. દરમિયાન 3500 ગુણી મગફળી ઠલવાવાનો અંદાજ હોવાનુ યાર્ડના સુત્રોએ જણાવ્યુ છે. હાલમા ટેકાના ભાવ પણ સારા હોવાનુ જાણવા મળેલ છે. સારી શીંગનો હાલ ટેકાનો ભાવ 1100 થી 1600 સુધી મળી રહ્યો છે.

ખેડૂતોને મગફળી નહીં લાવવા તાકીદ કરાઈ છે

ભાવનગર માર્કેટ યાર્ડમા રવિવારે બપોરે 3 કલાકથી સોમવારે સવારે 8 વાગ્યા સુધી એક જ દિવસ માટે ખેડૂતોને મગફ્ળી લાવવાની સુચના અપાઈ છે. હાલમા મગફળીની ધુમ આવક થઈ રહી હોવાથી બીજી સુચના ન મળે ત્યાં સુધી ખેડૂતોને મગફ્ળી નહી લાવવા તાકીદ કરાઈ છે. જેના પગલે આજે રવિવારે ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઇવે પર મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો લાગી હતી. અને સાંજ સુધીમા 35000 ગુણી મગફળી યાર્ડમા ઠલવાશે એવો અંદાજ યાર્ડના સુત્રોએ વ્યક્ત કર્યો છે. સોમવાર બાદ ખેડૂતોને અનિશ્ચિત સમય સુધી મગફળી નહીં લાવવાની તાકીદ કરાઈ છે.

Previous Post Next Post