ખતરનાક અવાજ સાથે વાઘે પાણીમાં લગાવી છલાંગ, ઈન્ટરનેટ પર છવાઈ ગયો વીડિયો

જંગલમાં એકથી વધુ એક ખતરનાક પ્રાણીઓ રહેતા હોય છે. જેમાં વાઘ પણ એક ખતરનાક પ્રાણી છે. હાલ વાઘનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પાણીમાં જોરદાર છલાંગ મારતો જોવા મળી રહ્યો છે.

ખતરનાક અવાજ સાથે વાઘે પાણીમાં લગાવી છલાંગ, ઈન્ટરનેટ પર છવાઈ ગયો વીડિયો

ટાઇગરનો વાયરલ વિડીયો

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

સોશિયલ મીડિયા પર પ્રાણીઓને લગતા ઘણા વીડિયો વાયરલ થતા હોય છે ત્યારે અમુક વીડિયો એવા હોય છે જેને જોઈને લોકો ચોંકી જતા હોય છે ત્યારે અમુક વીડિયો ખુબ ક્યુટ હોય છે જેને લોકો વારંવાર જોવાનું પસંદ કરતા હોય છે. ત્યારે જંગલમાં એકથી વધુ એક ખતરનાક પ્રાણીઓ રહેતા હોય છે જેમાં વાઘ પણ એક ખતરનાક પ્રાણી છે. હાલ વાઘનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પાણીમાં જોરદાર છલાંગ મારતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક બોટમાં વાઘને લઈ જઈ રહ્યા છે ત્યારે વાઘ એક જબરદસ્ત અવાજ સાથે પાણીમાં છલાંગ લગાવે છે. પછી ઝડપથી તરવા લાગે છે. અને નદીના કિનારા તરફ આગળ વધે છે અને ત્યાર બાદ જંગલ અંદર ચાલ્યો જાય છે. આ આખી ઘટના કેમેરામાં કેદ કરવામાં આવી છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

આ વીડિયો ભારતીય વન સેવા અધિકારી દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખ્યુ છે કે વાઘે લગાવી જોરદાર છલાંગ. સુંદરવનમાંથી વાઘનું રેસ્ક્યુ કરી અને તેને જંગલમાં છોડવાનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને અત્યાર સુધીમાં 6 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે.

આ વીડિયોને જોઈ ઘણા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે એક યુઝર્સ કહે છે કે ગર્જના જબરદસ્ત કરી છે. ત્યારે એક યુઝરે લખ્યું છે બાપ રે, ઘણા યુઝર્સને વાઘની છલાંગ ખુબ પસંદ આવી છે. ત્યારે એક યુઝરે કહ્યું છે આ છલાંગ જોઈ પોપ્યુલર ફિલ્મ ‘લાઈફ ઓફ પાઈ’ યાદ આવી ગઈ છે. આ ફિલ્મ 23 નવેમ્બર 2012માં રિલીઝ થઈ હતી. જેને Ang Lee એ ડાયરેક્ટ કરી હતી. ત્યારે આ ફિલ્મને એકેડમી અવોર્ડ ફોર બેસ્ટ મ્યૂઝિક જેવા અનેક એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે.

આપને જણાવી દઈએ કે વાઘ શબ્દ ગ્રીક શબ્દ ‘ટાઇગ્રીસ’ ઉપરથી આવ્યો છે, જે કદાચ પર્શિયન સ્ત્રોત પરથી મેળવ્યો હોય અમેરિકન ઇંગ્લીશમાં આ શબ્દ ૧૬૧૧ માં આવ્યો ભૂતકાળમાં વાઘ એશિયાના અનેક સ્થળોએ જોવા મળતા હતા. ર૦મી સદીમાં વાઘ જાવા અને બાલુ ટાપુમાંથી અદ્રશ્ય થઇ ગયા તેના શરીર ઉપર ૧૦૦ થી વધુ કાળા પટ્ટા હોય છે માદાની તુલનામાં વાઘનું વજન ૧.૭ ગણું વધારે હોય છે. વિશ્વમાં આયલેન્ડ, ઇન્ડોનેશ્યિા કોરીયા, બાંગ્લાદેશ, નેપાળ, ઇરાન, અફઘાનિસ્તાન, ભારત-ચીન, જેવા દેશો વાઘની વસ્તી જોવા મળે છે. જે પૈકી ભારતમાં જ ૭૦ ટકા વાઘની વસ્તી છે.

أحدث أقدم