અમદાવાદની યુવતી સાથે કેનેડા વર્ક પર્મિટના નામે લાખો રૂપિયાની છેતરપીંડી

[og_img]

  • નેટબેન્કિંગ અને આંગડીયા પેઢી મારફતે 22.85 લાખની ઠગાઈ
  • ઠગાઈ કરતી ગેંગના એક આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી
  • આરોપી દિપકે વિદેશ મોકલવાના સપના બતાવીને ઠગાઈ કરી

અમદાવાદમાં એક યુવતી સાથે છેતરપીંડીનો બનાવ બન્યો છે. યુવતીએ કેનેડામાં વર્ક પર્મિટના વિઝા માટે 22.85 લાખ રૂપિયા દિપક પુરોહિતને આપ્યા હતા. જે બાદ આરોપીએ કોઈ જોબ ઓફર લેટર આપ્યો નહીં અને ટિકિટ પણ બિઝનેશ ક્લાસથી ઈકોનોમીક્સ ક્લાસમાં કરાવીને ઠગાઈ કરતા યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદ બાદ વડોદરાના એજન્ટ દિપક પુરોહિતની સાયબર ક્રાઈમે ધરપકડ કરી હતી.

આરોપી સુનિલની વાતોમાં આવીને યુવતી લલચાઈ હતી

ઠગાઈ ટોળકીએ ફેસબુક પર કેનેડા વર્ક વિઝા પર્મિટની જાહેરાત આપી હતી. જેમાં ઈમિગ્રેશન લોયર તરીકે સુનીલ કુમારનું નામ લખવામાં આવ્યું હતું. જે જાહેરાત જોઈને યુવતિએ સુનિલ કુમારનો સંપર્ક કર્યો હતો. સુનિલની વાતોમાં આવીને યુવતી લલચાઈ ગઈ હતી. યુવતિને કેનેડામાં નોકરી આપવાના બહાને નેટબેંન્કિંગ અને આંગડીયા પેઢી મારફતે 22.85 લાખની ઠગાઈ કરી હતી. આરોપી દિપક પુરોહિતે વિદેશ મોકલવાના સપના બતાવીને લોકોની જીદંગીની કમાણી પડાવી લીધી હતી.

أحدث أقدم