الأحد، 13 نوفمبر 2022

રાજકોટ પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસે કડવા પાટીદાર ચહેરો મનસુખ કાલરિયાને ઉતાર્યા મેદાને

Gujarat Election 2022: રાજકોટ પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસે પૂર્વ કોર્પોરેટર અને કડવા પાટીદાર ચહેરો એવા મનસુખ કાલરિયાને ટિકિટ આપી છે. મનસુખ કાલરિયા આ જ વિસ્તારમાંથી પૂર્વ કોર્પોરેટર પણ રહી ચુક્યા છે. ભાજપના ડૉ. દર્શિતા શાહ સામે કોંગ્રેસે પાટીદાર કાર્ડ ખેલ્યુ છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: મીના પંડ્યા

નવેમ્બર 13, 2022 | 10:41 p.m

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. કોંગ્રેસે આજે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. જેમાં રાજકોટની હાઈપ્રોફાઈલ ગણાતી રાજકોટ પશ્ચિમ બેઠક પર મનસુખ કાલરિયાને ટિકિટ આપી છે. મનસુખ કાલરિયા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. રાજકોટ પશ્ચિમ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. આ બેઠક પર આ વખતે ભાજપે ડૉ. દર્શિતા શાહને ટિકિટ આપી છે. ગત ચૂંટણીમાં આ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી લડ્યા હતા અને જંગી લીડથી જીત્યા હતા. તેમની સામે કોંગ્રેસે ઈન્દ્રનિલ રાજ્યગુરુને ટિકિટ આપી હતી. જો કે તેઓ વિજય રૂપાણી સામે હારી ગયા હતા.

ગુજરાત એસેમ્બલી ઈલેકેશન 2022:

આ વખતે કોંગ્રેસે રાજકોટ પશ્ચિમ બેઠક માટે પાટીદાર ચહેરા પર પસંદગી ઉતારી છે અને કડવા પાટીદાર એવા મનસુખ કાલરિયાને મેદાને ઉતાર્યા છે. રાજકોટ પશ્ચિમની જો વાત કરીએ તો અહીં કડવા પાટીદાર સમાજની વસ્તી મોટા પ્રમાણમાં છે. તેને લઈને કોંગ્રેસે અહીં કડવા પાટીદાર કાર્ડ ખેલ્યુ હોય તેવુ જણાઈ રહ્યુ છે. પૂર્વ કોર્પોરેટર મનસુખ કાલરિયા રાજકોટ પશ્ચિમ વિસ્તારથી જ કોર્પોરેટર હતા. આથી તેઓ આ વિસ્તારથી ઘણા સારી રીતે વાકેફ છે. સાથોસાથ સ્વચ્છ છબી પણ ધરાવે છે

ગુજરાત એસેમ્બલી ઈલેકેશન 2022:

આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને છેલ્લી ઘડી સુધી રાજકોટ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસમાંથી કોણ ઉમેદવાર હશે તે અંગેનું સસ્પેન્સ જોવા મળ્યુ હતુ. એક તરફ લોહાણા સમાજમાંથી ગોપાલ ઉનડકટને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે તેવુ છેલ્લી ઘડી સુધીનું લોબિંગ ચાલી રહ્યુ હતુ, જ્યારે કડવા પાટીદાર ચહેરો એવા મનસુખ કાલરિયાનું નામ જાહેર કરાય તેવી પણ માગ ઉઠી હતી. અંતે કોંગ્રેસ મોવડીમંડળ દ્વારા મનસુખ કાલરિયાના નામ પર મહોર મારવામાં આવી હતી.

ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.