[og_img]
- જૂનાગડમાં યોજાશે ભક્તિભાવપૂર્ણ રીતે પરંપરાગત મેળો
- જૂનાગઢમાં 4 થી 8 નવેમ્બર દરમિયાન યોજાશે પરિક્રમા મેળો
- મેળા સ્પેશિયલ ટ્રેનોને લઈને સિનિયર DCMએ કરી જાહેરાત
જૂનાગઢમાં 4 નવેમ્બર, 2022 થી 8 નવેમ્બર, 2022 દરમિયાન યોજાનાર “પરિક્રમા મેળા”ને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે, જૂનાગઢ અને કાંસીયા નેશ સ્ટેશન વચ્ચે 1 નવેમ્બર, 2022 થી 8 નવેમ્બર, 2022 દરમિયાન ‘મેળા સ્પેશિયલ ટ્રેન’ ચલાવવામાં આવશે. તેમજ 14 ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે.
આ અંગે ભાવનગર રેલવે ડિવિઝનના સિનિયર DCM માશુક અહમદે જણાવ્યું હતું કે, મેલા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી 11:10 કલાકે ઉપડશે અને 13:20 કલાકે કાંસીયા નેશ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે, વળતી દિશામાં, મેળા સ્પેશિયલ ટ્રેન કાંસીયા નેશ સ્ટેશનથી 13:40 કલાકે ઉપડશે અને જૂનાગઢ સ્ટેશને 16:00 કલાકે પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર અને સતાધાર સ્ટેશન પર ઉભી રહેશે.
બ્રોડગેજ લાઇન પર દોડતી ટ્રેન નંબર 22957 / 22958 / 19119 / 19120 વેરાવળ – અમદાવાદ – વેરાવળ, ટ્રેન નંબર 19207 / 19208 વેરાવળ – પોરબંદર – વેરાવળ, ટ્રેન નંબર 09514 / 09515 / 09522 / 09521 વેરાવલ- રાજકોટ – વેરાવલ અને મીટર ગેજ લાઇન પર દોડતી ટ્રેન નંબર 09539 / 09540 અમરેલી – જૂનાગઢ – અમરેલી અને ટ્રેન નંબર 09531 / 09532 જૂનાગઢ – દેલવાડા – જૂનાગઢ ટ્રેનોમાં ઉપલબ્ધતા મુજબ વધારાના કોચ લગાવવામાં આવશે.