Saturday, November 26, 2022

મોરબીમાં બોલેરો ચાલકે બાળકને અડફેટે લેતા મોત; ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાઈ | Bolero driver kills child in Morbi; An accident complaint was registered against the driver

મોરબી13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરબી નજીક આવેલી કેમિકલ ફેક્ટરીમાં બોલેરો ચાલકે બોલેરો રીવર્સ લેતી વેળાએ રૂમ પાસે રમતા દોઢ વર્ષના માસૂમને અડફેટે લીધો હતો. જે અકસ્માતમાં માસૂમ બાળકનું મોત થયું હોય જેથી મોરબી તાલુકા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
મૂળ MPના વતની અને હાલ હળવદ રોડ પર આવેલી ક્રિડ કેમિકલ નામની ફેક્ટરીમાં રહીને કામ કરતા ભીલુ ઉર્ફે રાહુલ કમરૂભાઈ વિલવાલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કે હળવદ રોડ પર સીટી ઇન્ડસ્ટ્રીઝ ક્રિડ કેમિકલ કારખાનામાં તેનો દીકરો કાર્તિક (ઉ.વ.૧.૫) વાળો રૂમ સામે રમતો હતો. ત્યારે બોલેરો GJ 13 AW 9842ના ચાલકે બોલેરો રીવર્સ હંકારી લારી ગાડીના ક્લીનર સાઈડના પાછળનું ટાયર ફેરવી દેતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. દરમિયાન ફેક્ટરીના માલિક જયદીપ આવી જતા તેની કારમાં બાળકને મોરબી સરકારી હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યું હતું. મોરબી તાલુકા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…