વડોદરા14 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર
- દુકાન બહાર મૂકેલા મેનિક્વીન પર છાંટા ઊડતાં તકરાર
- પિતા અને 2 પુત્રો સામે વેપારી દ્વારા પોલીસ ફરિયાદ કરાઇ
વાડીમાં આવેલી કપડાની દુકાનમાં કોઈ ગ્રાહકે તમાકુ ખાઈ પીચકારી મારતાં તેના છાંટા બાજુમાં આવેલી દુકાનની બહાર મૂકેલા મેનિક્વીન પર પડ્યા હતા. જેને કારણે બંને દુકાન માલિકો વચ્ચે મારામારી થઈ હતી. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વાડીની ઉત્તમચંદની પોળમાં રહેતા ફહદ દૂધવાળા રવિવારે સાંજે નાના ભાઈ સાથે તેમની કિસ્મત કલેક્શન નામની રેડિમેઈડ દુકાનમાં હાજર હતા. દરમિયાન એકાએક તેમની બાજુમાં આવેલી યુવા કલેક્શનની દુકાનના માલિક રસીદ યાકુબ અને તેમના 2 દીકરા સફાન અને ઈબ્રાહિમ આવી ગયા હતા.
ત્રણેયે દુકાનમાં આવીને ગાળો બોલી તેને માર માર્યો હતો. જેથી ફહદનાં માતા ત્યાં પહોંચ્યાં હતાં અને રસીદને રોક્યો હતો. રસીદ ફહદની દુકાનમાં રાખેલા કપડામાં કાળો રંગ નાખીને જતો રહ્યો હતો. ફહદભાઈને પછીથી જાણ થઈ હતી કે, કોઈ ગ્રાહકે દુકાનની આસપાસ તમાકુની પીચકારી મારતાં તેના છાંટા રસીદની દુકાનની બહાર મૂકેલ મેનિક્વીન પર પડ્યા હતા. આ વાતની શંકા રાખીને તે મારામારી કરવા આવ્યો હતો. ફહદે વાડી પોલીસ સ્ટેશમાં રસીદ યાકુબ અને તેના 2 પુત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.