વ્યારા4 મિનિટ પહેલા
- કૉપી લિંક
- સ્થાનિકો દ્વારા કલેક્ટરમાં લેખિત રજૂઆત કરવામાં આવી
વ્યારા નગરપાલિકાના સીંગી અને મગનભાઈ ડાહ્યાની ચાલ સહિત વિસ્તારના લોકોએ તાપી જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી વ્યારા નગર ના રેલ્વે વિસ્તારની સમસ્યા રેલવેની અંડર બ્રિજ અને ઓવરબ્રિજ બાબતે નિરાકરણની માંગણી કરી હતી અને જો નિર્ણય ના આવે તો વિધાનસભાની ચૂંટણીમાં મતદાન ન કરવાનો ચીમકી ઉચ્ચારી હતી.
વ્યારા પાલિકાના સિગી ફળિયા, મગનડાહ્યાની ચાલ ના લોકોનું લેખિતમાં કલેકટરને રજૂઆત કરતા જણાવ્યું વ્યારા નગર મુખ્ય માર્ગ પર જવા માટે આશરે સ્થાનિકોને 3 થી 4 કિલોમીટર નો ઘેરાવો પસાર કરવું પડે તેમ છે. તેમજ વારંવાર રેલવે ફાટકો બંધ થતા મુખ્ય બજાર, સરકારી કચેરી, શેક્ષણીક સંસ્થાઓ,ખેત બાજરો વિગેરે સ્થળો એ જવાનું આવવાનું થતું હોય છે.
જેમાં બિનજરૂરી સમયનો વેડફાય છે અને નુકસાન મોંઘવારી ના કારણે ભોગવું પડે છે. પગપાળા કે બીજો કોઈ વૈકલ્પિક રસ્તો ના હોય જેના કારણે રેલવે ઓળંગી જવાની ફરજ પડતા અકસ્માત થવાનો ભય રહે છે તેમજ રેલવે અધિકારી દ્વારા દંડાત્મક કાર્યવાહી લોકો પર કરવામાં આવતી હોય છે અને ખોટા કેસો કરવામાં આવે છે.
આકસ્મિક સંજોગોમાં ફાયર કે એમ્બ્યુલન્સ સેવા માં વિલંબ પડતો હોય છે જેના લીધે જાન ગુમાવવાનો વારો પણ સ્થાનિકોને આવે છે. છેલ્લા 20 વર્ષોથી સમયાંતરે રેલવે ઓવરબ્રિજ, અંડરબ્રિજ માટે વારંવાર રજૂઆત કરતા આવેલ છે અને આ માટે ઘણા આંદોલનો અને રજૂઆત કરવામાં આવેલ છે. જે તે સમયના પદ અધિકારીઓ દ્વારા જૂઠા આશ્વાસનો આપી અમારી માંગોને નકારતા આવ્યા છે.
હાલ સરકારની મુખ્યમંત્રી ફાટકમુક્ત ગુજરાત યોજના અમલમાં હોય યુક્ત યોજના અંતર્ગત વ્યારા નગરપાલિકા હદ વિસ્તાર માટે રેલવે અંદરબ્રિજ સમાવેશ કરવામાં આવેલ હોવા છતા આજદિન સુધી વ્યારા નગરપાલિકા દ્વારા કે સત્તાધિકારીઓ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી.
સ્થાનિકોની માંગ છે કે જૂનો અસલ રસ્તો જે LC NO 49-50 ની વચ્ચે આવેલ બિન LC વ્યારા રેલવે સ્ટેશનના અપ લાઈન ના જમણી તરફ જ્યાં પેહલા રેલવે વિભાગ દ્વારા વૈકલ્પિક રસ્તો આપ્યો હતી. ત્યાં જ આ અંડર બ્રિજ બને તેવી ગ્રામજનોની માંગણી છે, જ્યાં સુધી અમોને જવાબદાર અધિકારી તેમજ વિભાગ દ્વારા લેખિત બાહેંધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી અમો ગુજરાત વિધાનસભા 2022ના મતદાનમાં ભાગ લઈશું નહિ.