Wednesday, November 23, 2022

chopra-showed-daughter-malti-marie-face-for-the-first-time | Priyanka Chopraએ પહેલીવાર બતાવ્યો દીકરીનો ચહેરો, ખુબ જ ક્યૂટ છે માલતી

Priyanka Chopra Daughter Pic: ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ સેલિબ્રિટીમાંથી એક છે. દેશી ગર્લ તેના જીવન સાથે જોડાયેલી દરેક નાની-મોટી વાત સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. અભિનેત્રી પોતાની અને તેના પરિવારની તસવીરો પણ અપલોડ કરતી રહે છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા સરોગસી દ્વારા માતા બની છે. પ્રિયંકા ચોપરાએ સેરોગસી દ્વારા દીકરીનું સ્વાગત કર્યું છે. અભિનેત્રી અવારનવાર તેની દીકરીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે પરંતુ ક્યારેય પ્રિયંકાની દીકરી મળતીનો ચહેરો જોવા મળતો નથી. પરંતુ હવે ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. પહેલીવાર અભિનેત્રીએ દીકરીની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે.

પ્રિયંકાએ દીકરીની ઝલક બતાવી

પ્રિયંકા ચોપરાએ બુધવારે વહેલી સવારે તેની ઇન્સ્ટા સ્ટોરી પર તેની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસની તસવીર શેર કરી હતી. તસવીરમાં પ્રિયંકાની દીકરીનો અડધો ચહેરો દેખાય છે. લિટલ એન્જલની આંખો ગરમ વૂલન કેપથી ઢંકાયેલી જોઈ શકાય છે. આ તસવીર શેર કરતાં પ્રિયંકાએ હૃદય સ્પર્શી કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું, “મારો મતલબ…”

Reels

પ્રિયંકા-નિકે આ વર્ષે દીકરીનું સ્વાગત કર્યું

તમને જણાવી દઈએ કે 1 ડિસેમ્બર 2018ના રોજ પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે રાજસ્થાનમાં રોયલ વેડિંગ કર્યું હતું. તેમના લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. આ વર્ષે, 15 જાન્યુઆરી, 2022 ના રોજ, પ્રિયંકા અને તેના પતિ નિકે સરોગસી દ્વારા તેમના પ્રથમ બાળક માલતીનું સ્વાગત કર્યું હતું.

પ્રિયંકા ચોપરાનું વર્કફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા પાસે હાલમાં કેટલાક પ્રોજેક્ટ લાઇનમાં છે. ચોપરા ટૂંક સમયમાં અમેરિકન ફિલ્મ ‘લવ અગેન’માં અભિનેતા સેમ હ્યુગન અને સેલિન ડીયોન સાથે જોવા મળશે. તે હોલીવુડ અભિનેતા રિચર્ડ મેડન સાથે એમેઝોન પ્રાઇમ વીડિયોની થ્રિલર શ્રેણી સિટાડેલમાં પણ જોવા મળશે. આ સિવાય પ્રિયંકા ચોપરા બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ સાથે ફરહાન અખ્તર દ્વારા નિર્દેશિત ફિલ્મમાં પણ જોવા મળશે.