Monday, November 28, 2022

પોરબંદરની મહિલા કોલેજમાં આપત્તિ વ્યવસ્થાપન તાલીમ કાર્યશાળા યોજાઈ | A disaster management training workshop was held at Women's College, Porbandar

પોરબંદર21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વિદ્યાર્થીનીઓ આપત્તિ વ્યવસ્થાપન શીખી ઉપયોગી બની શકે તેવા આશયથી આયોજન કરાયું

ભાગદોડ વાળી જિંદગીમાં સતત દોડતા રહેતા માનવીઓ કમનસીબે કુદરતી કે કૃત્રિમ આફતોનો શિકાર બની કોઈ શારીરિક કે માનસિક ઈજાઓના ભોગ બની જાય છે, ક્યારેક જીવ ગુમાવવાની સ્થિતિ આવી જાય છે. ત્યારે કોલેજ શિક્ષણ દરમ્યાન જ વિદ્યાર્થીનીઓ આપત્તિ વ્યવસ્થાપન શીખી અને સમાજને જરૂર પડ્યે ઉપયોગી થઇ શકે તે હેતુથી ગુરુકુલ મહિલા કોલેજના એન.એસ.એસ.વિભાગ દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેકટર કચેરી અને આગાખાન એજન્સી ફોર હેબીટાટના સંયુક્ત ઉપક્રમે આપત્તિ વ્યવસ્થાપન તાલીમ યોજાઈ હતી.

આ તાલીમમાં ઉપસ્થિત સર્વ નિષ્ણાંત મોહિત સિસોદિયા, પ્રોજેક્ટ ચેરમેન તથા આંતર રાષ્ટ્રીય ટ્રેનર ત્રિલોકભાઈ ઠાકર તથા સદસ્ય યાજ્ઞિક મોતિવરસ, અમિત ગોસ્વામી, જાનકી જોશી અને ગીતા બાપોદરાનું સ્વાગત કોલેજના વાઇસ પ્રિન્સિપાલ રોહિણીબા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રોજેક્ટ ચેરમેન મોહિતભાઇ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન તાલીમની જરૂરિયાત અને જિલ્લા કલેકટરના માર્ગદર્શન સાથે આગાખાન એજન્સી દ્વારા જિલ્લા માટે યોજવામાં આવેલી આ તાલીમનો હેતુ રજૂ કરેલો અને બહેનોને ધ્યાનપૂર્વક આ તાલીમમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

તાલીમ સરળ અને સહજ શૈલીમાં આપવામાં આવી હતી, જેમાં પ્રથમ તબક્કામાં પ્રાથમિક સારવાર સર્પ દંશ કે કોઈ અકસ્માતમાં કઈ રીતે આપવી તેની ડેમો સાથે માહિતી આપી હતી. રૂમાલ કે દોરડા દ્વારા કેમ વ્યક્તિને જરૂર પડ્યે બચાવવા અને વિવિધ પ્રકારની ગાંઠ કેમ બનાવવી, વાપરવી તેની ઉપયોગી માહિતી આપી હતી. ફાયર સેફ્ટી તથા તાત્કાલિક સેવાની ડેમો સાથે માહિતી આપવમાં આવી હતી. કોલેજના પ્રિન્સીપાલ ડૉ અનુપમ નાગરે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડયું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: