પાટણ42 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ દ્વારા પોતાના મતવિસ્તારમાં જોર શોર થી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે તેમના દ્વારા વિવિધ સમાજ તેમજ વેપારીઓ, ડોક્ટરો બુદ્ધિજીવી, નાગરિકો સાથે બેઠકો કરી કોંગ્રેસને વિજય બનાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આજરોજ પાટણના સંતોકબા હોલ ખાતે પાટણના અગ્રણી ડોક્ટરોની એક બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલને જંગી મતે વિજય બનાવવા માટે આહવાન કરાયું હતું.

પાટણ શહેરના ડોક્ટર તરીકે સેવા આવી રહેલા ડોક્ટરોનું એક સ્નેહમિલન મળ્યું હતું. જેમાં ડોક્ટરોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલને આ ચૂંટણીમાં જંગી મતોથી વિજય બનાવવા માટે સર્વ સંમતિથી હાકલ કરવામાં આવી હતી.

આ બેઠકમાં ડોક્ટર મોહનભાઈ પટેલ, ડોક્ટર પ્રમોદભાઈ પટેલ, ડોક્ટર શ્રીનિલભાઈ ગાંધી, ડોક્ટર પરિમલભાઈ જાની વિગેરે ડોક્ટરોએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં કિરીટ પટેલ દ્વારા પોતાના મતવિસ્તાર ઉપરાંત સમગ્ર ગુજરાતના નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા માટે વિધાનસભામાં અનેક રજૂઆતો કરી છે તેમજ અનેક વિકાસમાં કામો પણ પોતાના મત વિસ્તારમાં કર્યા છે.

કિરીટભાઈ પટેલ જે આપણા સ્થાનિક અને હંમેશા લોકોની મદદ માટે દોડી આવતા નેતા હોય તેમને આ ચૂંટણીમાં વિજય બનાવવા માટે પૂરતું સમર્થન આપવાની અને જંગી મતે વિજય અપાવવા ની એક સુર સાથે હાકલ કરવામાં આવી હતી. કોંગ્રેસ ઉમેદવાર કિરીટ પટેલે જણાવ્યું હતું કે, પાટણને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે હર હમેશ હું લડતો રહીશ તેમજ નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી આ મત વિસ્તારના વિકાસ માટે રાત દિવસ જોયા વગર કામ કરતો રહીશ. અંતમાં આભાર વિધિ ડોક્ટર ઉદયભાઇ એમ પટેલ એ કરી હતી.