ભુજ7 મિનિટ પહેલા
- કૉપી લિંક

- ભુજની જીકેમાં દસ લાખમાં બેથી ત્રણ દર્દીઓ જોવા મળતા હોય તેવો કેસ સામે આવ્યો
ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગની ટીમે જ્વલ્લે જ જોવા મળતા રક્તવાહિનીના રોગનું નિદાન કરી એક મહિલાની સફળ સારવાર કરી હતી. મહાધમનીનો આ રોગ દસ લાખ દર્દીઓ પૈકી એક થી બે વ્યક્તિમાં જોવા મળે છે. ગાંધીધામના મનીષાબેન(ઉ.વ.27)જી.કે.માં આવ્યા ત્યારે તેમને ચક્કર આવતા હતા.પ્રથમ નજરે આવા કેસમાં તબીબનું ધ્યાન બીપી ઉપર જ કેન્દ્રિત થાય છે. તેમનું બીપી ચકાસતા ડો.ના અચંબા વચ્ચે હાથમાં ક્યાંય ધબકારા સંભળાતા જ નહોતા.
ત્યાર બાદ પગમાં પ્રયત્ન કર્યો તો ધબકારા સંભળાયા, અને બીપી ઓછું જણાયું. આ કેસ દુર્લભ છે, તેવો અહેસાસ મેડિસિનની ટિમના ડો.યેસા ચૌહાણ, ડો. જયંતિ સથવાર, ડો શૈલ જાની, ડો મયુર પટેલ, ડો.સાગર સોલંકી અને ડો નીલમને આવી જતાં તેમણે રેડિઓલોજીનો સહારો લીધો હતો સી.ટી. એંજિઓગ્રાફી કરતાં માલૂમ પડ્યું કે, હૃદયની મહાધમની અત્યંત સાંકડી થઈ ગઈ હતી.
જેથી હાથને લોહી ન્હોતું મળતું, પરંતુ નીચે લોહી પૂરી માત્રામાં જતું હોવાથી પલ્સ મળતા હતા.આમ ભાગ્યેજ દેખાતા આવા હૃદયરોગ જેવા કેસનું નિદાન કરી મેડિસિન વિભાગે નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું હતું. હાલે મહિલા દર્દીની સારવર માટે અન્ય નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે.