પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી અને પૂર્વ Dy.CM નીતિન પટેલ ચૂંટણી નહિ લડે

[og_img]

  • ભાજપના દિગ્ગજ્જ નેતાઓ ચૂંટણી નહિ લડે
  • હું વિધાનસભાની ચૂંટણી નહીં લડુઃ વિજય રુપાણી
  • પાર્લામેન્ટરી બોર્ડ જે પણ નામ નક્કી કરશે તેને જીતાડીશું

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ વિધાનસભા ચૂંટણીમાં પોતે ઉમેદવારી નોંધાવવાના ન હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેમણે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે કઈ પણ કામ સોંપવામાં આવે તેનો સ્વીકાર કરવાની વાત કરી હતી.

જ્યારે બીજી તરફ રૂપાણી સરકારમાં જ નાયબ મુખ્યપ્રધાન રહી ચુકેલા નીતિન પટેલે પણ પત્ર લખીને તેઓ ચૂંટણી ન લડવાના હોવાની જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના બંને દિગ્ગજ નેતાઓએ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે જવાબદારી સોંપવામાં આવે તેને નિભાવવાની અને જે પણ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવે તેને જીતાડવાની ઈચ્છા દર્શાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને પોતે ચૂંટણી લડવા નથી ઇચતા તે અંગે સ્વહસ્તાક્ષરમાં પત્ર લખ્યો હતો. નીતિન પટેલે આ પત્રમાં ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને સાથે જ પોતાની રાજકીય કારકિર્દી અંગેની વાત લખી હતી. 

أحدث أقدم