Wednesday, November 23, 2022

સુરતના મહીધરપુરામાંથી સ્ટેટેસ્ટિક પોણો કરોડ રૂપિયા ઝડપ્યા, કારમાંથી કોંગ્રેસનું સાહિત્ય મળ્યું, EDને તપાસ સોંપાઈ | Seizure of cash Late at night by the statistical team, 75 lakh rupees were seized in a car from Manidhar Pura area, parking passes of Congress were found in the car in the pond of the assembly elections.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Seizure Of Cash Late At Night By The Statistical Team, 75 Lakh Rupees Were Seized In A Car From Manidhar Pura Area, Parking Passes Of Congress Were Found In The Car In The Pond Of The Assembly Elections.

સુરત9 મિનિટ પહેલા

સ્ટેટેસ્ટિક ટીમે રૂપિયા 75 લાખ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા

વિધાનસભાની ચૂંટણીની તડામારમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ઉમેદવારો પોતાનો ચૂંટણી ખર્ચ પણ ખૂબ મોટા પાયે કરી રહ્યા છે. સરકારી નિયમ મુજબના પાર્ટી દ્વારા આપવામાં આવતા રૂપિયા દરેક ઉમેદવારના ખાતામાં જમા થઈ ગયા બાદ હવે ઉપરના જે પૈસા છે તે ઝડપાવાના શરૂ થયા છે.શહેરના મહિધરપુરા વિસ્તારમાંથી ઈનોવા કારમાંથી 75 લાખ રૂપિયા ઝડપાયા છે. કારમાંથી રૂપિયાની સાથે સાથે કોંગ્રેસના પાર્કિંગને લગતું સાહિત્ય પણ મળી આવ્યું છે.હાલ સમગ્ર તપાસ ઈડીને સોંપવામાં આવી છે.

સ્ટેટેસ્ટીક ટીમે ચેકિંગમાં મોટી રકમ ઝડપી
સુરતના મહિધરપુરા વિસ્તારમાં સ્ટેટેસ્ટિક ટીમ દ્વારા ગાડીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર શહેરમાં આ રીતે મોડી રાત સુધી શંકાસ્પદ ગાડીઓની તપાસ કરવામાં આવતી હોય છે. મહિધરપુરા વિસ્તારની અંદર એક ઇનોવા કારની તપાસ કરતાં અંદર મોટી રકમ હોવાનો અંદાજ આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્ટેટસ તેમાં રૂપિયા 75 લાખ હોવાનું જાણવા મળ્યું છે.

આચારસંહિતા વચ્ચે રૂપિયા પક઼ડી પડાયા હતાં.

આચારસંહિતા વચ્ચે રૂપિયા પક઼ડી પડાયા હતાં.

રાજકીય પાર્ટીના રૂપિયા હોવાનું અનુમાન
જે કારમાં રૂપિયા ઝડપાયા છે. તે કારમાંથી કોંગ્રેસ પાર્ટીના પાર્કિંગ પાસ મળી આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કારમાં જે 75 લાખ રૂપિયા હતા. તે રોકડ રકમ કોંગ્રેસના ઉમેદવારોને આપવા માટે મોકલાય હોવાનું સામે આવ્યું છે. કાર મહારાષ્ટ્ર પાસેની હતી. વિનાયક ટ્રાવેલ્સના નામે આ કાર ફરતી હોવાનું ચર્ચા રહ્યું છે.

ચેકીંગ દરમિયાન રૂપિયા મળી આવ્યાં હતાં.

ચેકીંગ દરમિયાન રૂપિયા મળી આવ્યાં હતાં.

કારમાં ત્રણ સવાર બે ઝડપાયા
સ્ટેટેસ્ટિક ટીમ દ્વારા મોડી રાતે જે ગાડીઓને તપાસવામાં આવી રહી હતી. તે પૈકીની એક કારમાંથી રૂપિયા 75 લાખ જેટલી મોટી રકમ મળતા કાર્યવાહી શરૂ કરી હતી. કારમાં કુલ ત્રણ લોકો સવાર હતા. જેમાંથી એક ઈસમ ભાગવામાં સફળ થયો હતો. અન્ય બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ અધિકારીઓ દ્વારા તેમની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ ધારા આંગડિયા મારફતે આ રૂપિયા શહેરમાં આવ્યા હોવાની ચર્ચા થઈ રહી છે.

ઈન્નોવા કારમાંથી રૂપિયા મળી આવ્યા હતાં.

ઈન્નોવા કારમાંથી રૂપિયા મળી આવ્યા હતાં.

આવકવેરા વિભાગની ટીમ એ તપાસ શરૂ કરી
સ્ટેટેસ્ટીક ટીમ બાદ હવે આવકવેરા વિભાગના અધિકારીઓ પણ સક્રિય થયા છે.આટલી મોટી રોકડ રકમ હોવાને કારણે હવે આવકવેરા વિભાગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રૂપિયા કોની પાસેથી લાવવામાં આવ્યા હતા અને કેવી રીતે કોને પહોંચાડવાના હતા ત્યાં અંગેની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: