Sunday, November 27, 2022

મોરબીમાં વ્યસનથી દૂર રહેવાની સમજ માટે વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ | An elocution competition was held in Morbi to create awareness on how to stay away from addiction

મોરબી26 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જિ.પંચાયત અને અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી આયોજન

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના તમાકુ કંટ્રોલ સેલ અને અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર દ્રારા વાંકાનેર ખાતે આવેલી કે.કે. શાહ માઘ્યમિક શાળામાં વ્યસન સામે જાગૃતી અર્થે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમાકુ નિષેધ વકતૃત્વ હરિફાઈમાં 14 જેટલા બાળકોએ ભાગ લીધો હતો, જેમાં બાળકોએ વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/આથિક અસરો.

વ્યસનનું સમાજમાં પ્રમાણ તથા આંકડાકીય માહિતી દર્શાવતા વિવિઘ વક્તવ્ય આપેલ હતા. તેમાંથી વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીને ઈનામ આપવામાં આવેલ હતા, તેમજ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર ડો. અનીલ પરમાર દ્વારા તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તથા તમામ સ્ટાફ ગણ , મેડીકલ ઓફિસર ડો. ઉમંગ ચૌહાણ , જિલ્લા પંચાયત તમાકુ નિયંત્રણ કર્મચારી તેહાન શેરસીયા,TMPHS માથકીયાભાઈ તેમજ અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર સ્ટાફ અને RBSK ટીમના કર્મચારી અકશાબેન ખોરજીયા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…