Exclusive: Tv9 ગુજરાતીના ખાસ મુલાકાત શોમાં બોલ્યા અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલના ચહેરા પર જ લડાશે ચૂંટણી

Gujarat Election 2022: ગુજરાત ચૂંટણી પૂર્વે ગૃહમંત્રી અમિત શાહે Tv9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી. આ ખાસ મુલાકાત શોમાં અમિત શાહ ચૂંટણી સંબંધિત અનેક મુદ્દાઓ પર બેબાક રાય રાખી હતી. જેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યુ કે આગામી ચૂંટણી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જ લડાશે.

Exclusive: Tv9 ગુજરાતીના ખાસ મુલાકાત શોમાં બોલ્યા અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલના ચહેરા પર જ લડાશે ચૂંટણી

છબી ક્રેડિટ સ્ત્રોત: TV9 GFX

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે અમારા સંવાદદાતાએ ગૃહમંત્રી અમિત શાહ સાથે ખાસ મુલાકાત કરી હતી. જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં અમિત શાહે જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમિત શાહે જણાવ્યુ કે આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તેમના તમામ રેકોર્ડસ તોડી પ્રચંડ બહુમતી સાથે સરકાર રચશે. આ વખતે મતની ટકાવારી પણ સૌથી વધુ ભાજપ પાસે હશે. ઉમેદવારોની પસંદગીના ક્રાઈટેરિયા અંગે અમિત શાહે જણાવ્યુ કે વિનેબિલિટી એકમાત્ર તેમનો ક્રાઈટેરિયા છે.

વિનેબિલિટીને ધ્યાને રાખી ટિકિટ આપવામાં આવે- અમિત શાહ

ભાજપના સંગઠનમાં વિપુલ માત્રામાં કાર્યકર્તાઓ છે. અનેક લોકોએ ચૂંટણી લડવા ઈચ્છા દર્શાવી છે. શાહે જણાવ્યુ કે ટિકિટની માગણી કરવી સ્વાભાવિક છે, સંગઠનની અંદર તેમનું યોગદાન, પાર્ટીમાં તેમનું યોગદાન પાર્ટીમાં ચૂંટણી લડવાના અને લડાવવાના તેમના અનુભવ અને ક્યાંય વહીવટમાં રહ્યા હોય તો તેમની વહીવટી ક્ષમતા આ તમામ બાબતોનું આકલન કરી વિનેબિલીટીને ધ્યાને રાખી ટિકિટની વહેંચણી થતી હોય છે.

ટિકિટ ન મળે તો ભાજપમાં વાતાવરણ ડહોળાતુ નથી- અમિત શાહ

આ વખતે ટિકિટ માટેના સૌથી વધુ દાવેદારો ભાજપમાં છે, જેમાં ટિકિટ માટે 4000થી વધુ દાવેદારો છે. ત્યારે જેમને ટિકિટ નહીં મળે તે ઉમેદવારોમાં નારાજ થશે જેના પર અમિત શાહે જણાવ્યુ કે આવુ દરેક ચૂંટણી વખતે થતુ હોય છે. ટિકિટની માગણી કરવી સ્વાભાવિક છે. પરંતુ ભાજપમાં ક્યારેય ટિકિટ ન મળે તો વાતાવરણ બગડે તેવુ જોવા મળતુ નથી. બાય એન લાર્જ ભાજપ શિસ્તબદ્ધ અને કેડરબેઝ પાર્ટી છે. પાર્ટીની જીતવાની શક્યતા હોય તો ટિકિટ માટેની માગણી વધુ થાય તે પણ સ્વાભાવિક છે. તેનો અર્થ એવો બિલકુલ નથી કે ચૂંટણી પછી વાતાવરણ ડોળાય. અમિત શાહે વિશ્વાસ સાથે જણાવ્યુ કે જેવી ઉમેદવારોની ઘોષણા થશે ચૂંટણી પ્રચારનું કામ તુરંત જ ચાલુ થઈ જશે.

નો રિપીટ થિયરી જેવુ કંઈ નથી, વિનેબિલિટી એકમાત્ર ક્રાઈટેરિયા છે-અમિત શાહ

આ ચૂંટણીમાં નો રિપીટ થિયરીને ધ્યાને લેવાશે કે કેમ તેવા સવાલના જવાબ પર અમિત શાહે જણાવ્યુ કે કોઈ જ થિયરી નથી. એક માત્ર વિનેબિલિટીનો ક્રાઈટેરિયા છે. વર્ષ 2017માં મજબુત વિપક્ષ તરીકે કોંગ્રેસ હતી આ વખતે આમ આદમી પાર્ટી સાથે ભાજપની સીધી ટક્કર છે કે કેમ તે મુદ્દે અમિત શાહે જણાવ્યુ કે છેલ્લા 50 વર્ષની ગુજરાતની ચૂંટણીઓ પર નજર કરશો તો જાણવા મળશે કે ગુજરાતે ક્યારેય ત્રીજા પક્ષને સ્થાન નથી આપ્યુ. ચીમનભાઈનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યુ કે તેમના જેવા દિગ્ગજે પણ કીમ લોગ નામની પાર્ટી બનાવી હતી, શંકરસિંહ વાઘેલાએ બનાવી, રતુભાઈ યદાણીએ બનાવી, કેશુભાઈ પટેલે બનાવી પરંતુ એકપણ વાર ગુજરાતની સરકારે ત્રીજી પાર્ટીની એન્ટ્રીને સ્વીકારી નથી નકારી દીધી છે. અમિત શાહે જણાવ્યુ કે 2022ની ચૂંટણીમાં પણ સીધો મુકાબલો કોંગ્રેસ સાથે જ છે.

કોમન સિવિલ કોડ જનસંઘના સમયથી ભાજપના ઘોષણાપત્રમાં રહ્યો છે- અમિત શાહ

આમ આદમી પાર્ટીના નિવેદનો પર અમિત શાહે જણાવ્યુ કે નીચલી કક્ષાના સ્તર વગરના નિવેદનો કરનારાને રાજ્યની જનતા જવાબ આપશે તો AAP ભાજપની બી ટીમ નથી તેવુ સ્પષ્ટપણે જણાવ્યુ હતુ. કોમન સિવિલ કોડ અંગે શાહે જણાવ્યુ કે તેને આ ચૂંટણી સાથે કંઈ લેવાદેવા નથી. જનસંઘના સમયથી કોમન સિવિલ કોડ અમારા ઘોષણાપત્રમાં રહ્યો છે. કોઈને વાંધો હોય તો જનતા સામે જવુ જોઈએ. અમિત શાહે જણાવ્યુ કે 370 અને ટ્રિપલ તલાક વખતે ચૂંટણી ન હતી.

સરકારનો ચહેરો બદલવાનો નિર્ણય પાર્ટીનો હતો- અમિત શાહ

સરકારનો ચહેરો બદલવા અંગેના કોંગ્રેસના આરોપોને અમિત શાહે પાયાવિહોણા ગણાવતા જણાવ્યુ કે કોરોનામાં સરકારનું કામ ખૂબ સારુ રહ્યુ હતુ. સરકારનો ચહેરો બદલવાનો નિર્ણય પાર્ટીનો હતો. પહેલાના મંત્રીઓ નિષ્ફળ હતા એવી કોઈ વાત ન હતી. ભાજપમાં આંતરિક વિખવાદ મુદ્દે શાહે જણાવ્યુ કે ભાજપમાં ક્યારેય કોઈ આંતરિક વિખવાદ નથી. ભાજપ કોંગ્રેસના સહારે નથી જીતતી. કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવતા લોકો ભાજપમાં આવે છે.

હાર્દિક ભાજપની વિચારધારા સાથે જોડાવા માગતો હતો- અમિત શાહ

આ તરફ કોંગ્રેસમાંથી આવેલા હાર્દિક પટેલ અંગે અમિત શાહે જણાવ્યુ કે હાર્દિકને લાગ્યુ કે સરકાર સામે આંદોલન ખોટુ હતુ. હાર્દિક ભાજપની વિચારધારા સાથે જોડાવા માગતો હતો. પાર્લામેન્ટરી બોર્ડ હાર્દિકની ટિકિટનો નિર્ણય કરશે. જય નારાયણ વ્યાસના રાજીનામા અંગે શાહે જણાવ્યુ કે કોઈના આવવા-જવાથી હારજીતનો ફર્ક નથી પડતો.

ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જ ચૂંટણી લડશુ- અમિત શાહ

ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં પકડાયેલા ડ્રગ્સ અંગે પણ અમિત શાહે જણાવ્યુ કે ડ્રગ્સને રોકવુ અમારી ફરજ છે તો આગામી ચૂંટણીમાં સીએમના ચહેરા અંગે તેમણે જણાવ્યુ કે નવી સરકારમાં પણ CM ભૂપેન્દ્ર પટેલ જ રહેશે. ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જ ભાજપ ચૂંટણી લડશે.

أحدث أقدم