Tuesday, November 15, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» આ છે FIFA World Cup 2022નો Logo, જાણો ફિફા વર્લ્ડકપના Logoનો રસપ્રદ ઇતિહાસ
નવેમ્બર 15, 2022 | 8:41 p.m
TV9 ગુજરાતી | સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા
નવેમ્બર 15, 2022 | 8:41 p.m
આ વર્ષે ફિફા વર્લ્ડકપ કતારમાં યોજાશે. કતાર વર્લ્ડકપનો આ ઝૂલતા વળાંકોવાળો લોગો રણના ટેકરાઓનું અને કતારના 8 ફૂટબોલ સ્ટેડિયમનું પ્રતિનિધત્વ કરે છે. આ લોગો પરસ્પર જોડાયેલી પ્રકૃતિનું પ્રતિબિંબ છે. તે પરંપરા અને આધુનિકતાને જોડે છે.
વર્ષ 2018માં ફિફા વર્લ્ડકપ રશિયામાં યોજાયો હતો. તેનો લોગો રશિયાની સમૃદ્ધ કલાત્મક પરંપરા, નવીનતા અને સિદ્ધિઓ પ્રસ્તૃત કરે છે.
વર્ષ 2014માં ફિફા વર્લ્ડકપ બ્રાઝિલમાં યોજાયો હતો. તેના લોગોમાં વિજય ટ્રોફી ધરાવતો હાથ દર્શાવવામાં આવ્યો હતો જે બ્રાઝિલના દરિયાકાંઠે ઉષ્માભર્યું સ્વાગત કરે છે. લોગોમાં ઉપયોગમાં લેવાતા લીલા અને પીળા રંગ રાષ્ટ્રધ્વજના છે. આ રંગો બ્રાઝિલના ઉષ્ણકટિબંધીય અને સોનેરી દરિયાકિનારાનું પણ પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2010માં ફિફા વર્લ્ડકપ સાઉથ આફ્રિકામાં યોજાયો હતો. તેનો લોગો ફૂટબોલ પર કિક કરતો વ્યક્તિ દેખાય છે. વર્ષ 2006માં ફિફા વર્લ્ડકપ જર્મનીમાં યોજાયો હતો. આ લોગોમાં સ્માઈલી ફેસ સાથે 0 અને 6 દેખાય છે જે 2006ને દર્શાવે છે.
વર્ષ 2002માં ફિફા વર્લ્ડકપ કોરિયા અને જાપાનમાં યોજાયો હતો. તેના લોગોને દેશની પરંપરા અને સિદ્ધાંતો પ્રમાણે બનાવવામાં આવ્યુ છે. આ લોગો બન્ને દેશોની એકતા બતાવે છે. વર્ષ 1998માં ફિફા વર્લ્ડકપ ફ્રાન્સમાં યોજાયો હતો. લોગોને સામાન્ય અને ક્રિએટિવ રીતે બનાવવામાં આવ્યો હતો. વર્ષ 1994માં ફિફા વર્લ્ડકપ અમેરિકામાં યોજાયો હતો. તેના લોગોમાં યજમાન દેશની ઓળખ અને રમતની છબી દર્શાવામાં આવી છે. વર્ષ 1990માં ફિફા વર્લ્ડકપ ઈટલીમાં યોજાયો હતો. તેનો લોગો એકતાનો સંદેશ આપે છે.
વર્ષ 1986માં ફિફા વર્લ્ડકપ મેક્સિકોમાં યોજાયો હતો. તેનો લોગો સાદગી અને એકતાનો સંદેશો આપે છે. વર્ષ 1982માં ફિફા વર્લ્ડકપ સ્પેનમાં યોજાયો હતો. તેના લોગોમાં સ્પેનના ધ્વજ સાથે ફૂટબોલ દર્શાવામાં આવ્યો છે. વર્ષ 1978માં ફિફા વર્લ્ડકપ આર્જેનિટામાં યોજાયો હતો. તેના લોગોમાં લોગોમાં ટેલસ્ટાર-શૈલીનો બોલ દર્શાવવામાં આવ્યો હતો.વર્ષ 1974માં ફિફા વર્લ્ડકપ જર્મનીમાં યોજાયો હતો. તેનો લીલા રંગનો લોગો સામાન્ય જ હતો.
વર્ષ 1970માં ફિફા વર્લ્ડકપ મેક્સિકોમાં યોજાયો હતો.વર્ષ 1966માં ફિફા વર્લ્ડકપ ઈંગ્લેન્ડમાં યોજાયો હતો.વર્ષ 1962માં ફિફા વર્લ્ડકપ ચીલીમાં યોજાયો હતો.વર્ષ 1958માં ફિફા વર્લ્ડકપ સ્વીડનમાં યોજાયો હતો. તે તમામના લોગો તેમની રાષ્ટ્રીયતા પ્રતિબિંબત કરતા હતા.
વર્ષ 1954માં ફિફા વર્લ્ડકપ સ્વિટ્ઝર્લૅન્ડમાં યોજાયો હતો.વર્ષ 1950માં ફિફા વર્લ્ડકપ બ્રાઝિલમાં યોજાયો હતો.વર્ષ 1938માં ફિફા વર્લ્ડકપ બ્રાઝિલમાં યોજાયો હતો.વર્ષ 1934માં ફિફા વર્લ્ડકપ ઈટલીમાં યોજાયો હતો.વર્ષ 1930માં ફિફા વર્લ્ડકપ ઉરુગ્વેમાં યોજાયો હતો.તે સમયના તમામ લોગો ફૂટબોલનું પ્રતિનિધત્વ કરતા હતા.