ફિફા વર્લ્ડકપ માસ્કોટ્સ દરેક ઇવેન્ટ માટે અનન્ય પાત્રો જાહેર કરવામાં આવે છે. આ ટ્રેન્ડની શરૂઆત 1966 ફિફા વર્લ્ડ કપ સાથે થઈ હતી. માસ્કોટ ડિઝાઇન યજમાન દેશની લાક્ષણિકતા દર્શાવે છે, જેમ કે વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અથવા પોશાક. આ માસ્કોટ કાર્ટૂન શો અને વેપારી વસ્તુઓ સાથે સુસંગત હોય છે. ચાલો જાણીએ ફિફા વર્લ્ડકપના માસ્કોટના રસપ્રદ ઈતિહાસ વિશે.
2022નો વર્લ્ડકપ કતરમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે માસ્કોટ આંખો, ભમર અને ખુલ્લા મોં સાથે સફેદ તરતા અને ઉડતા કપડા જેવુ છે. તેનું નામ લા’એબ છે, જે અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે “સુપર-કુશળ ખેલાડી”.
વર્ષ 2018માં ફિફા વર્લ્ડકપ રશિયામાં યોજાયો હતો. તેનું માસ્કોટ ઝબીવાકા હતુ. વર્ષ 2014માં ફિફા વર્લ્ડકપ બ્રાઝિલમાં યોજાયો હતો. તેનું માસ્કોટ ફુલેકો હતુ. વર્ષ 2010માં ફિફા વર્લ્ડકપ સાઉથ આફ્રિકામાં યોજાયો હતો. તેનુ માસ્કોટ ઝકુમી હતુ.
વર્ષ 2006માં ફિફા વર્લ્ડકપ જર્મનીમાં યોજાયો હતો. ગોલિયો VI અને પિલે (સાઇડકિક) હતુ.વર્ષ 2002માં ફિફા વર્લ્ડકપ કોરિયા અને જાપાનમાં યોજાયો હતો.તે સમયે માસ્કોટ એટો, કાઝ અને નિક હતા. વર્ષ 1998માં ફિફા વર્લ્ડકપ ફ્રાન્સમાં યોજાયો હતો. તે સમયે માસ્કોટ ફૂટિક્સ હતુ.
વર્ષ 1994માં ફિફા વર્લ્ડકપ અમેરિકામાં યોજાયો હતો. તે સમયે માસ્કોટનું નામ સ્ટ્રાઈકર હતુ. 1990માં ફિફા વર્લ્ડકપ ઈટલીમાં યોજાયો હતો.તેના માસ્કોટનું નામ કિયાઓ હતુ. વર્ષ 1986માં ફિફા વર્લ્ડકપ મેક્સિકોમાં યોજાયો હતો.તેના માસ્કોટનું નામ પીક હતુ. વર્ષ 1982માં ફિફા વર્લ્ડકપ સ્પેનમાં યોજાયો હતો. તેના માસ્કોટનું નામ નારણજીતો હતુ.
વર્ષ 1978માં ફિફા વર્લ્ડકપ આર્જેનિટામાં યોજાયો હતો. તે સમયે માસ્કોટ ગૌચીટો હતુ. વર્ષ 1974માં ફિફા વર્લ્ડકપ જર્મનીમાં યોજાયો હતો. તેનો માસ્કોટ ટીપ અને ટેપ હતો. વર્ષ 1970માં ફિફા વર્લ્ડકપ મેક્સિકોમાં યોજાયો હતો. તેના માસ્કોટનું નામ હતુ જુઆનિટો. વર્ષ 1966માં ફિફા વર્લ્ડકપ ઈંગ્લેન્ડમાં યોજાયો હતો. તે સમયે ફિફા વર્લ્ક કપનો પહેલો માસ્કોટ હતો વર્લ્ડ કપ વિલી.