Monday, November 14, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» FIFA World Cup: આ 6 ફૂટબોલ ખેલાડીઓની પત્ની અને ગર્લફ્રેન્ડ છે હુસ્ન પરીઓ, કોઈ છે શૂટર તો કોઈ સુપર મોડલ
નવે 14, 2022 | 7:22 p.m
TV9 ગુજરાતી | સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા
નવે 14, 2022 | 7:22 p.m
ફૂટબોલ ખેલાડીઓ પોતાની રમત અને લાઈફસ્ટાઈલની સાથે સાથે ગર્લફ્રેડ્સ અને પત્નીઓને કારણે પણ ચર્ચામાં રહે છે. ઘણા ફૂટબોલ ખેલાડીઓની પત્નીઓ અભિનેત્રીઓને પણ ટક્કર આપે એવી હોય છે. ચાલો જાણીએ 6 દિગ્ગજ ફૂટબોલ ખેલાડીઓની પત્ની અને ગર્લફેન્ડ વિશે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝ પણ ફિફા વર્લ્ડકપ જોવા આવી રહી છે. જોર્જિના રોડ્રિગ્જ એક મોડલ છે.
લિયોનેલ મેસીની પત્ની એન્ટોનેલા રોકુઝો પણ તેની સાથે વર્લ્ડકપ 2022માં જવાની છે. મેસ્સી તેની પત્ની એન્ટોનેલા રોકુઝોને 5 વર્ષની ઉંમરથી ઓળખતો હતો. બંનેની લવ સ્ટોરી બેસ્ટ છે. એન્ટોનેલા મેસ્સીના મિત્રની પિતરાઈ બહેન હતી.
જર્મનીના દિગ્ગજ ફૂટબોલર થોમસ મુલરની સુંદર પત્ની લિસા મુલર પણ ફીફા વર્લ્ડકપ 2022માં જોવા મળશે. લિસા મુલર જર્મની માટે સ્પોર્ટ શૂટર પણ છે.
બ્રાઝિલના ફૂટબોલર નેમારની ગર્લફ્રેન્ડ બ્રુના માર્ક્વિઝિન પણ વર્લ્ડકપ 2022માં આવશે. નેમારની ગર્લફ્રેન્ડ બ્રુના માર્ક્વિઝિન બ્રાઝિલની મોડલ છે.
ઉરુગ્વેના સ્ટ્રાઈકર લુઈસ સુઆરેજની પત્ની સોફિયા બાલ્બી પણ કતારમાં યોજાનારા ફિફા વર્લ્ડકપ 2022 જોવા આવી રહી છે. સુઆરેઝ અને સોફિયા બાલ્બી 3 બાળકોના માતા-પિતા છે.