આજે FIFA World Cupમાં એક સાથે બે મેચ, જાણો ક્યારે, ક્યાં, કેવી રીતે માણશો ?
ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022) ના મેદાનમાં આજે યજમાન કતાર ઉપરાંત નેધરલેન્ડ, એક્વાડોર, સેનેગલ, ઈંગ્લેન્ડ, વેલ્સ, ઈરાન અને યુએસએની ટીમો ભાગ લેશે.
છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter
ફિફા વર્લ્ડ કપ 2022માં આજે જોરદાર ટક્કર જોવા મળશે. દરરોજ 4 મેચ અલગ અલગ સમય પર રમાતી હતી પરંતુ આજે આવું થશે નહિ, કતારમાં ચાલી રહેલા ફુટબોલના મહાકુંભમાં આજે એક જ સમયે 2-2 મેચ રમાશે. આવું પહેલી વખત થશે કે એક સાથે 2 મેચની ટક્કર જોઈ શકાશે. એટલે કે, મેચ તો પહેલાની જેમ 4 જ રમાશે પરંતુ સમય એક જ રહેશે.
ભારતીય સમય અનુસાર ટાઈમિંગ શું રહેશે પરંતુ આ પહેલા તમને એ ટીમો વિશે જણાવીએ કે, જે મેચ આજે રમાનારી છે. ફિફા વર્લ્ડ કપ 2022ના મેદાનમાં કતાર સિવાય નેધરલેન્ડ, એક્વાડોર ,સેનેગલ, ઈંગ્લેન્ડ, વેલ્સ, ઈરાન અને યુએસએની ટીમો ભાગ લેશે.
ફ્રાન્સ પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચનાર પહેલી ટીમ
ફિફા વર્લ્ડકપ 2022માં હમણા સુધી 31 મેચ રમાઈ છે. જેમાં 9 મેચ ડ્રો રહી છે. આ મેચોમાં 3 મેચ 1-1ના સ્કોરથી ડ્રો રહી છે. જ્યારે બાકીની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી છે. જયારે આ મેચ 3-3 થી ડ્રો રહી હતી. ફિફા વર્લ્ડકપ 2022માંથી યજમાન દેશ 2 મેચમાં હાર સાથે જ બહાર થઈ ગઈ છે. વર્લ્ડકપમાં સતત 2 મેચ જીતીને ડિફેન્ડિગ ચેમ્પિયન ટીમ ફ્રાન્સ પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચનાર પહેલી ટીમ બની છે. કેનાડાની ટીમ પણ આ ફિફા વર્લ્ડકપમાંથી બહાર થઈ ચૂકી છે.
FIFA WCમાં ક્યારે, ક્યાં તમામ મેચ જોઈ શકશો ?
FIFA World Cup 2022માં મંગળવારના રોજ કઈ કઈ મેચ રમાશે ?
ફિફા વર્લ્ડકપમાં મંગળવારના રોજ 4 મેચ રમાશે. પ્રથમ મેચ નેધરલેન્ડ અને યજમાન કતારની રમાશે. બીજી મેચ એક્વાડોર, સેનેગલ વચ્ચે રમાશે, ઈંગ્લેન્ડ, વેલ્સ વચ્ચે ત્રીજી મેચની ટક્કર થશે. ઈરાન અને યુએસએની ટીમો વચ્ચે ચોથી મેચ રમાશે.
FIFA World Cup 2022માં આજે 4 મેચ ક્યારે અને ક્યાં સમય પર રમાશે ?
ભારતીય સમયની તમામ મેચો આજની રાતના સમયે જ થશે. નેધરલેન્ડ અને કતાર વચ્ચેની મેચ રાત્રે 8.30 કલાકે શરૂ થશે. આ ઉપરાંત એક્વાડોર અને સેનેગલની મેચ પણ રાત્રે 8.30 વાગ્યાથી રમાશે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ વેલ્સ અને ઈરાન વિરુદ્ધ યુએસએ વચ્ચેની મેચ રાત્રે 12.30 વાગ્યે શરૂ થશે.
FIFA World Cup 2022માં આજે 4 મેચનું લાઈવ ટેલીકાસ્ટ ક્યાં થશે ?
ફિફા વર્લ્ડકપમાં આજે 4 મેચ રમાશે, આ મેચનું લાઈવ ટેલીકાસ્ટ Sports18 અને Sports18 HD પર થશે.
ફિફા વર્લ્ડકપ 2022ના મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે ?
FIFA વર્લ્ડ કપની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ પર કરવામાં આવશે.
Post a Comment