Monday, November 21, 2022

સુરતના દિવ્યાંગ યુવક સાથે વિદેશી ગોરીએ સાત સમંદર પાર કરી પ્રભુતામાં પગલાં પાડ્યાં,મતદાનનો સંકલ્પ લેવડાવ્યો | A foreigner Gori crossed the seven seas with a disabled youth from Surat, took steps to dominate, took a resolution to vote.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Foreigner Gori Crossed The Seven Seas With A Disabled Youth From Surat, Took Steps To Dominate, Took A Resolution To Vote.

9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નસીબમાં લખેલું ક્યારેય અફર જતું નથી. લેખમાં કોઈ મેખ મારી શક્તું નથી. આવી કહેવત સુરતના દિવ્યાંગ અને 10 પાસ યુવક માટે ચરિતાર્થ થઈ હોય તેવી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયાના ફેસબુક પર થયેલી મિત્રતા પ્રેમમાં પરિણમી અને ત્યારબાદ લગ્નના મંડપ સુધી પહોંચી ગઈ છે. સુરતના 10 પાસ દિવ્યાંગ યુવકના પ્રેમમાં પડેલી ફિલિપિન્સની વિદેશી ગોરી પોતાનો દેશ છોડીને ભારત આવી અને બન્નેએ પ્રભુતામાં પગલા પાડ્યાં છે. અનોખા લગ્નના સાક્ષી બનવા સુરત અને સૌરાષ્ટ્રથી આવેલા સગા સંબંધી અને લોકોએ આ નવયુગલને આશિર્વાદ આપ્યા તો, દેશી યુવક વિદેશી યુવતીએ પોતાના લગ્નને યાદગાર બનાવવાની સાથે લોકશાહીને મજબૂત બનાવવા માટે વિધાનસભાની ચૂંટણીમાં પહેલા મતદાન પછી જલપાન કરીશું તેવો સંકલ્પ શપથ રૂપે લેવડાવ્યો હતો.

હિન્દુ વિધિથી ધૂમધામપૂર્વક કલ્પેશ અને રેબેકાના લગ્ન યોજાયા હતાં.

હિન્દુ વિધિથી ધૂમધામપૂર્વક કલ્પેશ અને રેબેકાના લગ્ન યોજાયા હતાં.

અનોખા લગ્ન યોજાયા
યોગીચોક ખાતે રહેતા અને પાન-માવાની દુકાન ચલાવતા કલ્પેશના લગ્ન નાના વરાછા ખાતે આવેલા હરેકૃષ્ણ ફાર્મમાં યોજાયાં હતાં. આ અનોખા લગ્નના સાક્ષી બનવા માટે દૂર દૂરથી લોકો આવ્યાં હતાં. કલ્પેશભાઈના સુરત રહેતા સગા સંબંધીઓની સાથે સાથે સૌરાષ્ટ્રના અમરેલીથી પણ લોકો આવ્યાં હતાં. મહેમાનોએ દેશી-વિદેશીના કોમ્બિનેશન સમાન આ જોડીને ખૂબ આશિર્વાદ આપ્યા હતાં.

કલ્પેશની નાની બહેન અને જીજાજીએ કન્યાદાન કર્યું હતું.

કલ્પેશની નાની બહેન અને જીજાજીએ કન્યાદાન કર્યું હતું.

બહેન-જીજાજીએ કન્યાદાન કર્યું
કલ્પેશના લગ્ન ફિલિપિન્સની રેબેકા સાથે થયા છે. ત્યારે રેબેકાના ફિલિપિન્સ રહેતા પરિવારને વિઝા મળ્યાં નહોતા. જેથી લગ્નમાં તેઓ આવી શક્યા નહીં. પરંતુ રેબેકાના માતા પિતા જાણે કલ્પેશના નાના બહેન બન્યા હોય તે રીતે સમગ્ર પ્રસંગમાં ઈલાબેન અને તેમના પતિ દિપકભાઈ શિરોયાએ કન્યાદાન કર્યું હતું. આમ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ધૂમધામથી લગ્ન યોજવામાં આવ્યાં હતાં.

કલ્પેશની વ્હિલચેરને ધક્કો મારીને રેબેકાએ અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા હતાં.

કલ્પેશની વ્હિલચેરને ધક્કો મારીને રેબેકાએ અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા હતાં.

ફેરા ફરતી વખતે રેબેકાએ જવાબદારી નિભાવી
કલ્પેશભાઈની સાથે લગ્ન કરીને અર્ધાંગિની બનેલી રેબેકાએ લગ્નમાં ફેરા ફરતી વખતે જ પોતાની જવાબદારી ઉપાડી લીધી હતી. કલ્પેશની સેવા કરવાના ઉદ્દેશ્યથી જ લગ્ન કરનારી રેબેકાએ ચાલુ લગ્નમાં ફેરા ફરતી વખતે દિવ્યાંગ કલ્પેશની સાયકલને પાછળથી ધક્કો માર્યો હતો. આ દ્રશ્ય જોઈને હાજર સૌ કોઈ ગદગદીત થઈ ગયું હતું. ભાષા,સંસ્કૃતિ,ધર્મ સહિતના બંધનો વચ્ચે પણ જે પ્રેમ જોવા મળ્યો તેનાથી સૌ કોઈએ રાજીપો વ્યક્ત કર્યો હતો.

લગ્નમાં આવેલા સગા સંબંધીઓએ મતદાન પહેલા પછી જલપાનનો સંકલ્પ કર્યો હતો.

લગ્નમાં આવેલા સગા સંબંધીઓએ મતદાન પહેલા પછી જલપાનનો સંકલ્પ કર્યો હતો.

લગ્નના સાક્ષી બનવા દૂરદૂરથી લોકા આવ્યા
કલ્પેશભાઈ તેમના ગામમાં ક્લેક્ટરની છાપ ધરાવે છે. ત્યાં વતનમાં પણ તેઓ અભ્યાસ બાદ પાનનો ગલ્લો ચલાવતા હતાં. જેથી તેમના મિત્રોમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ છે. જેથી તેમણે 42 વર્ષે પરિણય સુત્રમાં બંધાતી વખતે સૌ કોઈને આમંત્રિત કર્યા હતાં. જેમાં 72 વર્ષના કલ્પેશભાઈના મિત્ર લક્ષ્મણભાઈ સાવલિયા પણ ખાસ વતનથી સુરત આવ્યાં હતાં.

ફાર્મનું ભાડું ટોકન સ્વરૂપે લેવાયું
સામાન્ય રીતે લગ્ન માટે ફાર્મનું ચલણ હાલ વધી ગયું છે. ત્યારે સામાન્ય ફાર્મનું ભાડું પણ લાખ રૂપિયા આસપાસ થતું હોય છે. ત્યારે આ અંગે બિપીનભાઈ રામાણીએ કહ્યું હતું કે, આ અનોખા લગ્ન અને અનોખો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો હોવાથી ફાર્મના માલિક દ્વારા ફાર્મનું ભાડું માત્ર ટોકન સ્વરૂપે લેવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયાથી શરૂ થયેલી સફર લગ્નના બંધન સુધી પહોંચી હતી.

સોશિયલ મીડિયાથી શરૂ થયેલી સફર લગ્નના બંધન સુધી પહોંચી હતી.

દિવ્યાંગ પાન-માવાની કેબિન ધરાવે છે
સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલા બીઆરટીએસ રોડ નજીક સિલ્વર બિઝનેસ હબની સામે કલ્પેશભાઈ માવજીભાઈ કાછડિયા ઉર્ફે ક્લેક્ટર રસ્તા પર પાનની કેબિન ચલાવે છે. જન્મથી બન્ને પગથી દિવ્યાંગ એવા કલ્પેશભાઈની ઉંમર હાલ 43 વર્ષ જેટલી છે. મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આસોદર ગામના કલ્પેશભાઈ માંડ ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કરી ચૂક્યા છે. સાવરકુંડલાની હોસ્ટેલમાં રહીને વધુ અભ્યાસમાં દિવ્યાંગતાની તકલીફ નડતાં ગામમાં જ પાનની દુકાન શરૂ કર્યા બાદ છેલ્લાં આઠેક વર્ષથી સુરતના યોગીચોક ખાતેની યોગેશ્વર સોસાયટીના બી-વિભાગના 52 નંબરના મકાનમાં રહે છે.

ફેસ બુક પર પ્રેમ થયો
પોતાની અનોખી લવસ્ટોરી અંગે કલ્પેશભાઈ ઉર્ફે ક્લેક્ટરે જણાવ્યું હતું કે મને નાનપણથી પાન-માવાની દુકાનનો શોખ હતો. એ પ્રમાણે હું વ્યવસાય કરતો હતો. પરિવારમાં બે બહેન અને એક ભાઈ કરતાં હું સૌથી મોટો છું, પરંતુ દિવ્યાંગતાના કારણે મને લગ્નના વિચારો આવતા નહીં. મારાથી નાનાં ભાઈ-બહેનોનાં લગ્ન થઈ ગયાં છે. હું મારા કામકાજ સાથે જ સંકળાયેલો રહેતો હતો. જોકે વર્ષ 2017માં ફેસ બુક પર મને રેબેકા ફાયોની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. બાદમાં મેં તેની ફ્રેન્ડશિપ એક્સેપ્ટ કરી અને અમારી દોસ્તી દિવસે દિવસે વધુ ગાઢ બનતી ગઈ.

નવદંપતીએ સગા સંબંધીઓ પાસે મતદાન અચૂક કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો

નવદંપતીએ સગા સંબંધીઓ પાસે મતદાન અચૂક કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો

ભાષાના બંધન ગૂગલે તોડી નાખ્યા
કલ્પેશભાઈ કહે છે, મને ફિલિપિન્સની ભાષા તો છોડો અંગ્રેજી પણ નહોતું આવડતું. રેબેકાના મેસેજ અંગ્રેજીમાં આવે..એટલે થોડા દિવસો મિત્રો સાથે કે ગ્રાહકો પાસેથી ઉકેલ લાવવા પ્રયત્ન કરતો હતો, પરંતુ બાદમાં ગૂગલ ટ્રાન્સલેટની મદદથી હું તેના જવાબો અંગ્રેજીમાં વાળતો થઈ ગયો હતો. આ રીતે અમારી વચ્ચે ભાષાનું જે બંધન હતું એ તૂટી ગયું અને અમે એકબીજા સાથે ચેટ કરતાં થઈ ગયાં હતાં.

મેં મારી દિવ્યાંગતા છુપાવી નથી
કમરના નીચેના ભાગેથી બન્ને પગની દિવ્યાંગતા ધરાવતા કલ્પેશભાઈએ કહ્યું હતું કે અમારી વચ્ચે વાતો સરસ થતી હતી. તેને મારો કપાળમાં કરેલા ચાંદલા સાથેનો ફોટો બહુ ગમી ગયો હતો. તે મારા પ્રેમમાં હતી, પરંતુ હું કંઈ જ છુપાવવા માગતો નહોતો. મેં મારી દૈનિક ક્રિયાનો એક 22 મિનિટનો વીડિયો બનાવ્યો હતો, જેમાં મારા જીવનમાં કેટલી તકલીફો છે, સાથે હું ફોટોમાં જેટલો સારો દેખાઉં છું હકીકત એનાથી જુદી હોવાની તમામ વિગતો મેં વીડિયો દ્વારા શેર કરી દીધી હતી.

ફેરા ફરતી વખતે જવલતની વિધિ રેબેકાના ભાઈ બની સ્થાનિકોએ કરી હતી.

ફેરા ફરતી વખતે જવલતની વિધિ રેબેકાના ભાઈ બની સ્થાનિકોએ કરી હતી.

સેવા કરવાની તેની ઈચ્છા
રેબેકાએ તમામ બાબતો જાણી લીધી હતી. તેમ છતાં રેબેકાએ કહ્યું હતું કે મને ભારતીય સંસ્કૃતિ, કલ્પેશની નિખાલસતા, સચ્ચાઈ સહિતના ગુણો સ્પર્શી ગયા હતા. જેથી મેં કલ્પેશની સેવા કરવા માટે તેની સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. અમે લગ્નનું નક્કી કર્યા બાદ છેલ્લાં પાંચેક વર્ષથી રોજેરોજ એકબીજાના સંપર્કમાં ઓનલાઈન રહીએ છીએ, પરંતુ હજુ સુધી એકબીજા પ્રત્યે અણગમો થવાની જગ્યાએ પ્રેમ રોજેરોજ વધતો જાય છે. હાલ તે કલ્પેશને મોપેડ પર બેસાડવાથી લઈને ઉતારવા સહિતનાં તેનાં કામોમાં મદદ પણ કરી રહી છે.

કોરોનાને કારણે લગ્ન મોડા થયા
રેબેકાએ કહ્યું, હું વર્ષ 2019માં જ ભારત આવવાની હતી. 24 તારીખની મારી ટિકિટ હતી, પરંતુ એ અગાઉ એ દિવસ ભારતમાં સંપૂર્ણ લોકડાઉન લાગી ગયું અને મારે ભારત આવતાં બીજા ત્રણેક વર્ષ લાગી ગયાં હતાં. મેં અને કલ્પેશે આ દરમિયાન અનેક રીતે ભેગાં થવા માટે પ્રયત્નો કર્યા હતા, પરંતુ સરકારના નિયમો અને ગાઈડલાઈનને કારણે એ શક્ય ન બન્યું એ હવે બન્યું છે.

દૂર દૂરથી સગા સંબંધીઓ લગ્નમાં હાજરી આપવા આવ્યાં હતાં.

દૂર દૂરથી સગા સંબંધીઓ લગ્નમાં હાજરી આપવા આવ્યાં હતાં.

બન્નેના પરિવાર લગ્નથી સંમત
ફિલિપિન્સની રેબેકાનાં વર્ષો પહેલાં લગ્ન થયાં હતાં. તેના પતિનું અકસ્માતમાં મોત થયું હતું. તેને સંતાનમાં એક દીકરો પણ છે, જે સાત વર્ષનો છે. પરિવારમાં ત્રણ ભાઈ પણ છે, જે તમામે રેબેકાને કલ્પેશ સાથે લગ્ન માટે મંજૂરી આપી દીધી હતી. જેથી બન્નેના પરિવારની મરજીથી જ ધામધૂમથી ભારતીય રીત રિવાજ પ્રમાણે લગ્ન થયા હતાં.

લગ્નના બંધને બંધાયેલા બન્ને પ્રેમી પંખીડાએ રાજીપો વ્યક્ત કર્યો હતો.

લગ્નના બંધને બંધાયેલા બન્ને પ્રેમી પંખીડાએ રાજીપો વ્યક્ત કર્યો હતો.

પરિવારના સભ્ય બની ગયાં છે-નૂતનબેન
કલ્પેશભાઈના નાના ભાઈ મનોજભાઈનાં પત્ની નૂતનબેને જણાવ્યું હતું કે, રેબેકા નવા વર્ષે અમારા ઘરે આવ્યાં છે. આમ તો સંબંધમાં મારે જેઠાણી થાય છે, પરંતુ અમે બન્ને બહેનો હોઈએ એ રીતે એકમેક સાથે ભળી ગયાં છીએ. મારો મોટો દીકરો દીવ તેને મોટાં મમ્મી કહેવા લાગ્યો છે, જ્યારે નાનો કેદાર તો તેના ખોળામાં રમતો હોય છે. તેનો સ્વભાવ ખૂબ સારો છે. અમારી સાથે રસોઈ પણ બનાવવા લાગ્યાં છે. ભાષાનું બંધન અમને ન નડતું હોય એ રીતે એકમેકના હૃદયના ભાવથી અમે વાતો અને વ્યવહાર કરી લઈએ છીએ.

અન્ય સમાચારો પણ છે…