Tuesday, November 15, 2022

G20ના મંચ પર બે ભારતીયો, બ્રિટનના વડાપ્રધાન બન્યા બાદ ઋષિ સુનક પહેલીવાર નરેન્દ્ર મોદીને મળ્યા

PMOએ એક ટ્વિટમાં કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઋષિ સુનકે બાલીમાં G20 સમિટના પહેલા દિવસે ચર્ચા કરી. જો કે, આ દરમિયાન બંને વચ્ચે શું વાતચીત થઈ, તેની માહિતી હજુ સામે આવી નથી.

G20ના મંચ પર બે ભારતીયો, બ્રિટનના વડાપ્રધાન બન્યા બાદ ઋષિ સુનક પહેલીવાર નરેન્દ્ર મોદીને મળ્યા

ઋષિ સુનક – નરેન્દ્ર મોદી

ઇન્ડોનેશિયાના બાલીમાં G20 સમિટમાં વિશ્વના નેતાઓનો મેળાવડો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પછી એક વિશ્વ નેતાઓને મળી રહ્યા છે. બાલીમાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત અનેક દેશોના વડાઓને મળ્યા હતા. પરંતુ એક બેઠક જેણે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું તે બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનક અને પીએમ મોદીની હતી. વૈશ્વિક મંચ પર બે ભારતીયોની આ મુલાકાતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ગયા મહિને સુનકે સત્તા સંભાળી ત્યારથી આ બંને વચ્ચે પ્રથમ મુલાકાત હતી.

PMOએ એક ટ્વિટમાં કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઋષિ સુનકે બાલીમાં G20 સમિટના પહેલા દિવસે ચર્ચા કરી. જો કે, આ દરમિયાન બંને વચ્ચે શું વાતચીત થઈ, તેની માહિતી હજુ સામે આવી નથી. આ પહેલા ઓક્ટોબરમાં બ્રિટનના વડાપ્રધાન બન્યા બાદ ઋષિ સુનક અને પીએમ મોદી વચ્ચે વાતચીત થઈ હતી. તે દરમિયાન બંને વચ્ચે મુક્ત વેપાર કરાર પર પણ ચર્ચા થઈ હતી. જણાવી દઈએ કે ઋષિ સુનકે એવા સમયે બ્રિટનના વડાપ્રધાન પદ સંભાળ્યું છે જ્યારે દેશ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે.

વૈશ્વિક પડકારોએ વિશ્વમાં તબાહી મચાવી છે: પીએમ મોદી

G20 સમિટના સત્રને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, જળવાયુ પરિવર્તન, કોવિડ-19 વૈશ્વિક મહામારી અને યુક્રેન સંકટને કારણે ઉદ્ભવતા વૈશ્વિક પડકારોએ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે અને વૈશ્વિક પુરવઠા શૃંખલા પડી ભાંગી છે. ભારતના આગામી G-20 પ્રમુખપદના સંદર્ભમાં મોદીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે જ્યારે G-20ની બેઠક ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીની ધરતી પર યોજાશે ત્યારે આપણે સાથે મળીને વિશ્વને શાંતિનો સંદેશ આપીશું. વડાપ્રધાન કાર્યાલયે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને બાલીમાં G20 સમિટ દરમિયાન વાતચીત કરી હતી.

વૈશ્વિક નેતાઓ આવતીકાલે પણ મળશે

PMOએ ટ્વીટ કર્યું કે, G20 સમિટની શરૂઆત પર રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે ટૂંકી ચર્ચા કરી. વડાપ્રધાન મોદી બુધવારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો, સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને સિંગાપોરના વડાપ્રધાન લી સીન લૂંગ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.

Related Posts: