Gujarat Assembly Election 2022 : ચૂંટણી પંચની જાહેરાતને લઈને સીદી સમાજના મતદારોએ બાંધેલી ધારણા બાદ આખરે છેતરાયાની અનુભવી લાગણી, જાણો કેમ ?

Gujarat assembly election 2022: જાંબુર ગામમાં વસતા મૂળ આફ્રિકાના સીદી સમાજના લોકોની ગણતરી ભારતના ચૂંટણીપંચે કરી હતી. જે પછી તેમના માટે ત્રણ વિશેષ બુથ તેમને ફાળવ્યા એવી જાહેરાતથી સીદી સમાજમાં ઉત્સાહની લાગણી વ્યાપી હતી. પરંતુ તેમની આ ખુશી ખૂબ લાંબુ ટકી નહીં.

Gujarat Assembly Election 2022 : ચૂંટણી પંચની જાહેરાતને લઈને સીદી સમાજના મતદારોએ બાંધેલી ધારણા બાદ આખરે છેતરાયાની અનુભવી લાગણી, જાણો કેમ ?

સીદી સમાજની આશાઓ પર ફરી વળ્યુ પાણી

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : મૂળ આફ્રીકન એવા જાંબુર ગામના સીદી બાદશાહ સમાજના મતદારો માટે વસુદેવ કુટુમ્બકમ બુથની જાહેરાત માત્ર 4 દિનની ચાંદની બનીને રહી ગઈ. ગીરસોમનાથ જિલ્લાના તાલાલા નજીકના જાંબુર ગામમાં વસતા મૂળ આફ્રિકાના સીદી સમાજના લોકોની ગણતરી ભારતના ચૂંટણીપંચે કરી હતી. જે પછી તેમના માટે ત્રણ વિશેષ બુથ તેમને ફાળવ્યા એવી જાહેરાતથી સીદી સમાજમાં ઉત્સાહની લાગણી વ્યાપી હતી. પરંતુ તેમની આ ખુશી ખૂબ લાંબુ ટકી નહીં. કારણકે તેમને ખબર પડી કે પોતાના ગામથી એક કિલોમીટર દૂર માધવપુર ગામે જ્યાં તેઓ વર્ષોથી મતદાન કરે છે ત્યાં જ તેમણે મત આપવા જવું પડશે.

ગુજરાત ઇલેકશન 2022 : ચૂંટણી પંચની જાહેરાતથી હતો ખુશીનો માહોલ

ગીર સોમનાથ જિલ્લા કલેકટર દ્વારા જ્યારે માહિતી આપવામાં આવી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે જાંબુર ગામમાં સીદી સમાજ માટેના બુથ છે તેને ગાંધીજી અને આફ્રિકા સાથેના ભૂતકાળને યાદ કરી અને વસુદેવ કુટુંબકમ બુથ નામ આપવામાં આવશે. જો કે હવે ગામ લોકો છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે. કારણકે તેમને ખબર પડી કે એક કિલોમીટર દૂર જ્યાં માધુપુર ગામના લોકો મતદાન કરે છે ત્યાં જ તેમણે મતદાન કરવા જવાનું છે. સીદી સમાજના લોકોએ એક કિલોમીટર દૂર મતદાન કરવા જવું પડે છે.

ગુજરાત ઇલેકશન 2022 : દૂર જવાનું હોવાથી મતદાર મત આપવા નથી જતા

મતદાન માટે એક કિલોમીટર દુર જવાનું હોવાથી વૃદ્ધો મતદાન કરવાથી દુર રહે છે. સાથે માધુપુર અને જાંબુર બંને ગામના લોકો એકસાથે મતદાન કરવા જાય ત્યારે લાઈનો લાંબી હોવાથી પણ લોકો મતદાન કરવાનું ટાળે છે. જેથી ગામના યુવાનો મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. તો બીજી તરફ સીદી સમાજના પ્રમુખ વહીવટી તંત્ર સાથે ચર્ચા કરીને ગામ લોકોને મતદાનનો બહિષ્કાર ન કરવા સમજાવટ કરી રહ્યા છે. આ બાબતે જાંબુરના આગેવાન અબ્દુલ મજગુલ – પ્રમુખ સીદી સમાજે નીરાશા વર્ણવી છે.

ગુજરાત ઇલેકશન 2022 : નોડલ ઓફિસરે કરી સ્પષ્ટતા

આ બૂથના નોડલ ઓફિસર તાલુકા વિકાસ અધિકારી કૌશિક પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગામ લોકોની સમજની અંદર કોઈ ફેર છે બુથને વસુદેવ કુટુંબકમ બુથ જાહેર કરાયા હતા. નહીં કે ત્રણ અલાયદા બુથ ફાળવાયા હતા અને જંબુર ગામના સીદી સમાજના મતદારોએ માધુપુર ગામે જ્યાં તેઓ વર્ષોથી મતદાન કરે છે ત્યાંજ મતદાન કરવા જવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે, જાંબુર ગામે અધતન પ્રાથમિક શાળાનું મોટું મકાન આવેલું છે. જો વહીવટી તંત્ર ઈચ્છે તો અહીં મતદાન બુથ ચોક્કસથી ઊભું થઈ શકે તેમ છે. પરંતુ પરિસ્થિતિ એવી છે કે, અહીં 1200 જેટલા મતદારો છે. મતદાન બુથ ઉભી કરવાની જગ્યા પણ છે પણ મતદાન સ્વીકારવા માટે તંત્રની ઈચ્છા શક્તિ નથી.

(વિથ ઇનપુટ-યોગેશ જોશી, ગીર સોમનાથ)

أحدث أقدم