Gujarat Assembly Election 2022 : વિજય રૂપાણી અને નીતિન પટેલની ચૂંટણી નહિ લડવાની કરી જાહેરાત
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેવા સમયે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ તેમજ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેવા સમયે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ તેમજ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી છે. જ્યારે રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી છે.
ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે અંતિમ કવાયત હાથ ધરી છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકનું સાંજે 6.30 કલાકે આયોજન કરવામાં આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે મોડી રાત સુધીમાં પહેલી યાદી જાહેર થઈ શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતની ફેઝ 1ની 89 બેઠકોના નામ જાહેર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધવા જેવી બાબત એ છે કે, ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થાય તે પહેલા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વચ્ચે સી.આર.પાટીલના આવાસ પર બેઠક થઈ હતી. જેમાં ઉમેદવારોના નામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
શું રહેશે ઉમેદવારોની પસંદગીનું ગણિત ?
ઉમેદવારોને લઇને 75 વર્ષની વય મર્યાદા નક્કી કરવાની માહિતી પણ મળી રહી છે. તેની સાથે જ કોઇપણના પરિવારજન કે સગાને ટિકિટ નહીં મળે તેવી પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. જો કે અંતિમ નિર્ણય તે બોર્ડ લેતુ હોય છે. અનેક જગ્યાએ નો રિપીટ થીયરી આવે તેવુ લાગી રહ્યુ છે. તો કેટલીક જગ્યાએ દિગ્ગજોને રિપીટ કરવામાં આવે તેવી પણ વાત છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ 14 નવેમ્બર છે. પરંતુ 12 નવેમ્બરે ચૂંટણી પંચ દ્વારા રજા જાહેર કરવામાં આવી છે અને 13 નવેમ્બરે રવિવારની રજા છે. એટલે કે ઉમદવારોના નામ પર અંતિમ મહોર વાગતા જ આજે મોડી રાત સુધીમાં ભાજપ ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.
કેટલીક જગ્યાએ દિગ્ગજો ટિકિટ કપાઇ જશે તે ડરને લઇને પોતાના પરિવારજનોની ટિકિટ માગી છે. જ્યારે આ વખતે ભાજપમાં સંગઠન દ્વારા પણ મોટા પાયે ટિકિટની માગણી કરવામાં આવી છે. જે રીતે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યુ કે સંગઠનના જેટલા પણ હોદ્દેદારોએ ટિકિટ માગી છે. તેમને ચૂંટણી ન લડવાનું આહવાન કરવામાં આવ્યુ છે. ત્યારે સંગઠનના હોદ્દેદારોએ પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી છે.
Post a Comment