Gujarat Assembly Election 2022: ચૂંટણી કાર્ડ નથી તો પણ તમે કરી શકશો મતદાન, જાણો કેવી રીતે ?

Gujarat assembly election 2022: કેટલીક વાર એવુ બનતુ હોય છે કે મતદારોને મત તો આપવો હોય છે પરંતુ ચૂંટણી કાર્ડ ન હોવાના કારણે તેઓ અવઢવમાં મુકાઇ જાય છે કે તેઓ મત આપી શકશે કે કેમ? જો કે તમને જણાવી દઇએ કે જો તમારુ નામ મતદાર યાદીમાં છે, પણ તમારી પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો પણ તમે મતદાન કરી શકો છો.

Gujarat Assembly Election 2022: ચૂંટણી કાર્ડ નથી તો પણ તમે કરી શકશો મતદાન, જાણો કેવી રીતે ?

ચૂંટમી કાર્ડ નથી તો પણ તમે મત આપી શકશો

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : આવતીકાલે એટલે કે 1 નવેમ્બરે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન યોજાવાનુ છે. એટલે કે આવતીકાલે પ્રથમ તબક્કાના ઉમેદવારોનું ભાવિ સીલ થઇ જશે, આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવામાં મતદારોની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. જો કે કેટલીક વાર એવુ બનતુ હોય છે કે મતદારોને મત તો આપવો હોય છે પરંતુ ચૂંટણી કાર્ડ ન હોવાના કારણે તેઓ અવઢવમાં મુકાઇ જાય છે કે તેઓ મત આપી શકશે કે કેમ? જો કે તમને જણાવી દઇએ કે તમારી પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો પણ તમે મતદાન કરી શકો છો. જો કે તમારુ નામ મતદાર યાદીમાં હોવુ જરુરી છે.

ચૂંટણી પંચ દ્વારા મતદારોને મતદાન કરવામાં સરળતા રહે અને મતદારોની સુવિધા માટે હેલ્પલાઇન ટેલીફોન નંબર, વેબસાઇટ અને એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ તમામ પરથી મતદારો પોતાનું મતદાર યાદીમાં નામ, કયા ભાગ નંબરમાં, કયા ક્રમ ઉપર નોંધાયેલું છે, કયા મતદાન મથક પર મતદાન કરવા જવાનું છે, તે અંગેની માહિતી મેળવી શકશે. જો તમારુ નામ મતદાર યાદીમાં હોય તો તમારી પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો પણ તમે વોટ આપી શકો છો.

ગુજરાત ઇલેકશન 2022 : મતદાન માટે ચૂંટણી પંચનો શું છે નિયમ?

નિયમ અનુસાર જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો પણ તમે મતદાન કરી શકો છો. જો કે આ માટે તમારું નામ મતદારયાદીમાં હોવું જરૂરી છે. જો તમારું નામ મતદાર યાદીમાં છે, તો તમે તમારી સાથે અન્ય કોઈ સરકારી આઈડી કાર્ડ લઈ જઇને મતદાન કરી શકો છો.

ગુજરાત ઇલેકશન 2022 : મતદાન માટે કયા સરકારી ID કાર્ડ જરુરી ?

ચૂંટણી કાર્ડ ઉપરાંત, તમે મતદાનના દિવસે આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક પાસબુક, વીમા સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે બતાવીને પણ મતદાન કરી શકો છો. આ માટે સરકારી ઓળખ કાર્ડ જરૂરી છે.

ગુજરાત ઇલેકશન 2022 : મતદાર યાદીમાં નામ ન હોય તો ?

જો તમારી પાસે ચૂંટણી કાર્ડ પણ નથી અને તમારુ નામ મતદાર યાદીમાં પણ નથી તો તમે આ ચૂંટણીમાં મતદાન કરી શકશો નહીં. મતદાન કરવા માટે તમારુ નામ મતદાર યાદીમાં હોવું જરુરી છે. મતદાર યાદીમાં તમારુ નામ હશે તો જ તમે તમારી સાથે અન્ય કોઈ સરકારી આઈડી કાર્ડ લઈને મતદાન કરી શકો છો.

મહત્વનું છે કે, 1 ડિસેમ્બર એટલે કે આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે આ માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વખતે મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા કેટલીક વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મતદારો પોતાના વિસ્તારમાં આવેલા મતદાન મથકમાં સવારે 08.00 થી સાંજે 05.00 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. તેમના પોલિંગ બુથ પર બેઠેલા સ્ટાફ પાસેથી પણ તેઓ મતદાન અંગેની તમામ માહિતી મેળવી શકશે.

أحدث أقدم