Gujarat Assembly Election 2022 : અમદાવાદમાં બીજા તબક્કાની બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાનું ગુરુવારે નોટિફિશન બહાર પડાશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટેનું 10 નવેમ્બરના રોજ નોટિફિશન બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર સ્વીકારવાની પ્રક્રિયા 10 નવમેબરથી શરૂ થશે. 17 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલશે. ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીને ફોર્મ આપી શકશે

Gujarat Assembly Election 2022 : અમદાવાદમાં બીજા તબક્કાની બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાનું ગુરુવારે નોટિફિશન બહાર પડાશે

અમદાવાદ કલેક્ટર કચેરી

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ છબી

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટેનું 10 નવેમ્બરના રોજ નોટિફિશન બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર સ્વીકારવાની પ્રક્રિયા 10 નવમેબરથી શરૂ થશે. 17 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલશે. ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીને ફોર્મ આપી શકશે. યોગ્ય રીતે ફોર્મ ભરી ફોર્મ જમા કરાવવાનું રહેશે. 10 થી 17 નવેમ્બર વચ્ચે જાહેર રજા સિવાયના દિવસે ઉમેદવાર ફોર્મ ભરી શકશે. 17 નવેમ્બર સુધી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. 18 નવેમ્બરે સ્ફુટીની કરવાની તારીખ છે. જ્યારે 21 નવેમ્બર સુધી ફોર્મ પરત લઈ શકશે. જેમાં અમદાવાદમાં કલેકટર ઓફીસ ખાતે અસારવા, એલિસબ્રિજ, નરોડા, જમાલપુર, ખાડીઆ અને ઠક્કરબાપા નગરના ઉમેદવારે ફોર્મ ભરી શકશે.

ભારતીય ચૂંટણી પંચની ઓબ્ઝર્વરની ટીમના અમદાવાદ આવશે

વિધાનસભા ચૂંટણીને લઈને ઓબ્ઝર્વર શહેરમાં આવશે. અમદાવાદમાં 21 વિધાનસભાના 7 ખર્ચ નિરીક્ષક આવશે. ઓબ્ઝર્વર સંબંધિત ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખશે. ચૂંટણી ખર્ચ અંગે અને ચૂંટણી સંબંધિત પ્રક્રિયા પર પણ નજર રાખશે. આવતી કાલથી નોમિનેશન પ્રક્રિયા શરૂ થાય ત્યારે ઉમેદવાર ના તમામ ખર્ચ પર ધ્યાન રખાશે. આ સિવાય સમગ્ર પ્રક્રિયા યોગ્ય રીતે થાય છે કે કેમ નહીં તેનું નિરીક્ષણ કરશે. આવતીકાલે સવાર સુધી તમામ લોકો અમદાવાદ આવી પહોચશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 43 ઉમેદવારો જાહેર કર્યા

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ફ્રન્ટફૂટથી રમવાની શરૂઆત કરતા વર્ષોની પરંપરા તોડી ભાજપ પહેલા જ પોતાના 43 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું. કોંગ્રેસે સર્વ સંમતિ સધાયેલ અને બિનવિવાદીત બેઠકો પર રણનીતિ સ્પષ્ટ કરતા પ્રથમ યાદી જાહેર કરી તેમાં રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામે ઝંપલાવશે.. તો અર્જુન મોઢવાડીયા ફરી એકવાર પોરબંદર બેઠક પરથી જોવા મળશે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં એકપણ ધારાસભ્યનો સમાવેશ કરાયો નથી.

ભારતીય જનતા પાર્ટી જ્યાં હજીપણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકોમાં દાવેદારો પર ચર્ચા ચાલી રહી છે ત્યારે કોંગ્રેસે ભાજપ પહેલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી વિધાનસભા ચૂંટણીમાં આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા સાથે ઝંપલાવ્યું છે. 43 સભ્યોની પ્રથમ યાદીમાં સતત હાર વાળી બેઠકો, સર્વ સંમતિ સધાયેલ હોય એવી બેઠકો અને સિનિયર વાળી બેઠકોનો સમાવેશ થાય છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 6 મહિલાઓને પણ સ્થાન આપ્યું છે.

أحدث أقدم