ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે તોડ-જોડનું રાજકારણ ગરમાયું છે. જેમાં મંગળવારે છોટા ઉદેપુરના કોંગ્રેસ નેતા મોહન રાઠવા ભાજપમાં જોડાયા છે. ત્યારે આજે કોંગ્રેસના વધુ એક નેતા અને ગીર સોમનાથની તલાલા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઇ બારડ ભાજપમાં જોડાયા છે.
કોંગ્રેસ નેતા ભગા બારડ ભાજપમાં જોડાયા
ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે તોડ-જોડનું રાજકારણ ગરમાયું છે. જેમાં મંગળવારે છોટા ઉદેપુરના કોંગ્રેસ નેતા મોહન રાઠવા ભાજપમાં જોડાયા છે. ત્યારે આજે કોંગ્રેસના વધુ એક નેતા અને ગીર સોમનાથની તલાલા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય તેમજ વેરાવળ તાલુકા પંચાયના પુર્વ પ્રમુખ રહી ચુકેલા ભગાભાઇ બારડ ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે ગીર સોમનાથની તલાલા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય તેમજ વેરાવળ તાલુકા પંચાયના પુર્વ પ્રમુખ રહી ચુકેલા ભગા બારડ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ કોંગ્રેસના નેતા ભગા બારડ તેમજ જશાભાઇના પુત્ર શૈલેષ બારડ અને હિરેન બારડ ને ખેસ અને ટોપી ધારણ કરાવી પક્ષમાં આવકાર્યા હતા.
આ પ્રસંગે પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીએ જણાવ્યું કે, કોંગ્રેસના ઘારાસભ્ય ભગાભાઇ બારડ ભાજપમાં જોડાયા છે. ભગાભાઇ બારડનું ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ વતી તેમનું હ્રદયથી સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની વૈશ્વીક ઓળખ આજે બદલાઇ છે. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી અને લોકપ્રિય પાર્ટી છે. પ્રદિપસિંહ વાઘેલાએ ભગાભાઇ બારડે કરેલા સામાજિક કાર્યો અંગે માહિતી આપી.
પ્રદિપસિંહ વાઘેલાએ સ્વ.જશુભાઇ બારડને યાદ કરતા જણાવ્યું કે, તેમણે ધારાસભ્ય અને સાંસદ તરીકે સૌરાષ્ટ્રમાં ખુબ સેવાકીય કાર્યો કર્યા અને આહિર સમાજની દિકરીઓ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે ઘણા પ્રયત્નો કર્યા.
પ્રદિપસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, ગુજરાત અને હિમાચલ રાજયમાં ચૂંટણી છે ત્યારે કોંગ્રેસના યુવા નેતા કહેવાતા રાહુલ ગાંઘી ભારત જોડો અભિયાન લઇને નિકળ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના રોજ એક નવા મહેમાન ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. એક બાજુ રાહુલ ગાંઘી ભારત જોડો અભિયાન ચલાવે છે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસ છોડો અભિયાન ચલાવે છે. કોંગ્રેસ છોડો અભિયાનમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ સફળ થયા છે. આવનાર દિવસોમાં ગુજરાતની જનતાના આશિર્વાદથી ફરી એક વાર ઐતિહાસિક જીત થશે અને વિકાસના કાર્યોને ગતી આપશે.
ભગા બારડે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી ના ધારાસભ્ય તરીકે અને સભ્ય પદેથી આજે મારુ રાજીનામું આપી મોટી સંખ્યામાં મારા સમર્થકો સાથે ભાજપમાં જોડાયો છું. ઘણા વિચારો કર્યા પછી કોઇની ટીપ્પણી કરવી નથી. અમે મુળ કોંગ્રેસી નથી.વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિકાસની રાજનીતીમાં એક સૌનિક તરીકે જોડાયો છું. પક્ષ જે પણ કામગીરી સોંપશે તે નિષ્ઠા પુર્વક પ્રમાણીક રીતે પુર્ણ કરીશ. પક્ષને નિચુ જોવા જેવું થાય તેવું કામ મારી જીદંગીના છેલ્લા શ્વાસ સુઘી નહી કરું.અમારા પરિવાર સાથે આખા ગુજરાત અને સૌરાષ્ટ્રનો આહિર સમાજ જોડાયેલો છે અને અન્ય સમાજના વર્ગો પણ અમારા પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલા છે.
આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા,પ્રદેશના મુખ્ય પ્રવકતા યમલભાઇ વ્યાસ, પ્રદેશના સહ પ્રવકતાઓ ભરતભાઈ ડાંગર, ડો.રૂત્વીજભાઇ પટેલ, પ્રદેશના સહ મીડિયા કન્વીનર ઝુબીનભાઇ આશરા, ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ માનસિંહભાઇ પરમાર, આહિર સમાજના અગ્રણી ભીમસિંહ આહિર અને ભાજપના નેતા જયરાજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.